રશ્મિકાં ,માંમુટી સહિત આ દિગ્ગજોએ ઉદાર હાથે મદદ મોકલી
કેરળના વાયનાડમાં કુદરતનો કહેર જોવા મળ્યો છે. ભુસ્ખલનથી અત્યાર સુધી 254 લોકોના મોત થઈ ચુક્યા છે. આ વચ્ચે સાઉથ એક્ટર્સે પીડિતોની તરફ મદદનો હાથ લંબાવ્યો છે.અને હજુ પણ બનતી તમામ મદદ મોકલવાની તૈયારી પણ બતાવી છે.
કેરળના વાયનાડમાં બે દિવસ પહેલા થયેલા મુશળધાર વરસાદે આફત ઉભી કરી છે. મોટાપાયે થયેલા ભુસ્ખલનથી ભારે તબાહી જોવા મળી. આ ભુસ્ખલન બાદ અત્યાર સુધી 254 લોકોના મોત થઈ ચુક્યા છે. ઘણા લોકો ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકો ફસાયેલા છે. જેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. વાયનાડથી આવી રહેલી તસ્વીરો ખૂબ જ ભયાનક છે.
આ વચ્ચે ઘણા મલયાલમ એક્ટર્સે ભુસ્ખલન પીડિતોની મદદ માટે મુખ્યમંત્રી રહત નિધિમાં ડોનેટ કર્યું છે. મલયાલમ સુપરસ્ટાર મમુટી અને તેમના દિકરા ગુલકર સલમાને 25 લાખ રૂપિયા અને 15 લાખ રૂપિયાનું કોન્ટ્રિબ્યુટ કર્યું છે. રશ્મિકાએ પણ મદદ મોકલી છે.એક્ટ્રેસે સીએમ રિલીફ ફંડમાં 10 લાખ રૂપિયા ડોનેટ કર્યા છે. મમૂટીના ચેરિટેબલ ટ્રસ્ટ પણ જરૂરીયાતમંદ લોકોની મદદ કરી રહ્યા છે. સાથે જ ભુસ્ખલન પ્રભાવિત પીડિતોને જરૂરી સામાન ઉપલબ્ધ કરાવી રહ્યા છે. તેમાં ફૂડ આઈટમ, દવાઓ, કપડા અને બીજી જરૂરી વસ્તુઓ શામેલ છે.
સાઉથ સુપરસ્ટાર્સે મદદ માટે લંબાવ્યો હાથ
એક બાજુ ભૂસ્ખલન પ્રભાવિત ક્ષેત્રોમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. તો ત્યાં જ બીજી બાજુ પ્રભાવિત પરિવારોની મદદ માટે સાઉથ સુપરસ્ટાર્સ પણ આગળ આવી ગયા છે. મમૂટી અને દુલકર સલમાન બાદ ફદાહ ફાસિલ અને તેમની પત્ની નજરિયા નાજિમે પણ જરૂરીયાતમંદ લોકોની મદદ માટે સીએમ રિલીફ ફંડમાં 25 લાખ રૂપિયા ડોનેટ કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech