દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અગાઉ મહાભિયોગનો સામનો કરી રહેલા યોલની ધરપકડ કરવા માટે પણ આવી હતી, પરંતુ તેમના સમર્થકો દ્વારા કરવામાં આવેલા હોબાળાને કારણે તેમની ધરપકડ થઈ શકી ન હતી.
ગઈકાલે સેંકડો પોલીસકર્મીઓ રાષ્ટ્રપતિ યોલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેઓ પોતાના અંગત સુરક્ષા દળ સાથે ઘણા અઠવાડિયાથી અહીં રોકાઈ રહ્યા હતા. આ રીતે, યોલ દક્ષિણ કોરિયાના પહેલા રાષ્ટ્રપતિ છે જેમની ધરપકડ કરવામાં આવી છે.
સમાચાર એજન્સી યોનહાપના અહેવાલ મુજબ, તપાસ એજન્સીઓએ યોલના ઘરમાં પ્રવેશવા માટે સીડીનો ઉપયોગ કર્યો હતો. પોલીસ સીડીઓ ચડીને યોલના ઘરમાં પ્રવેશી અને તેની ધરપકડ કરી હતી. બાદમાં રાષ્ટ્રપતિએ એક વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું છે કે, તેમની સામે શરૂ કરાયેલી તપાસ ગેરકાયદેસર છે. તેમણે કહ્યું કે મેં ભ્રષ્ટાચાર તપાસ કાર્યાલય (સીઆઈઓ) સમક્ષ હાજર થવાનો નિર્ણય લીધો છે, ભલે તે ગેરકાયદેસર તપાસ હોય. મેં આ નિર્ણય એટલા માટે લીધો છે કે કોઈ રક્તપાત ન થાય.
3 ડિસેમ્બરની રાત્રે દેશમાં અચાનક માર્શલ લો લાગુ કર્યા બાદ તેઓ પર ટીકાનો વરસાદ થયો હતો. તેમના ઘરની બહાર વિરોધીઓનું ટોળું એકઠું થયું હતું, જેઓ તેમના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. યુનના સમર્થકો તેમની ધરપકડ અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સિઓલની એક કોર્ટે રાષ્ટ્રપતિ યૂન સુક યોલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. 14 ડિસેમ્બરે માર્શલ લો લાદવા બદલ યુન પર મહાભિયોગ ચલાવવામાં આવ્યો હતો.
દેશમાં પહેલીવાર એવું બન્યું કે, જ્યારે કોઈ રાષ્ટ્રપતિ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હોય. સિઓલ કોર્ટે આ માટે સીઆઈઓના વરિષ્ઠ અધિકારીઓને સૂચનાઓ આપી હતી. તેને પૂછપરછ માટે વારંવાર સમન્સ પાઠવવામાં આવ્યું હતું. પરંતુ તે એક પણ વાર પોલીસ સમક્ષ હાજર થયા ન હોતા. ૩ ડિસેમ્બરની રાત્રે યુને અચાનક માર્શલ લો જાહેર કર્યો અને સંસદમાં ખાસ દળો અને હેલિકોપ્ટર મોકલ્યા હતા. વિપક્ષ અને તેમના પક્ષના સાંસદોએ તેમના આદેશને નકારી કાઢ્યો અને તેમણે પોતાનો નિર્ણય પાછો ખેંચવા દબાણ કર્યું હતું. રાષ્ટ્રપતિ યૂન પર મહાભિયોગનો સામનો કરવો પડ્યો હતો અને હવે તેમના અચાનક નિર્ણય બદલ ફોજદારી તપાસનો સામનો કરી રહ્યા છે.
ન્યાય મંત્રાલયે તાજેતરમાં પુષ્ટિ આપી હતી કે, યૂન દક્ષિણ કોરિયાના પહેલા રાષ્ટ્રપતિ છે જેમને પદ પર રહીને દેશ છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે, રાષ્ટ્રપતિ યુને ઉત્તર કોરિયા સમર્થિત "રાષ્ટ્રવિરોધી" અને "સામ્યવાદી" દળો સામે નિર્ણાયક યુદ્ધ લડવા માટે કટોકટી માર્શલ લો જાહેર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech