દક્ષિણ કોરિયામાં હાલમાં ભારે રાજકીય અસ્થિરતા છે. માર્શલ લોના વિવાદ વચ્ચે દેશના રક્ષા મંત્રીએ રાજીનામું આપ્યું છે. તેને આ સમગ્ર માર્શલ લોના વિચારનો માસ્ટર માઇન્ડ માનવામાં આવતો હતો.
દક્ષિણ કોરિયાના રાષ્ટ્ર્રપતિ યુન સુક યેઓલે મંગળવારે રાત્રે ૧૧ વાગ્યે અચાનક રાષ્ટ્ર્રને સંબોધન કયુ અને માર્શલ લો લાગુ કરવાની જાહેરાત કરી પરંતુ વિપક્ષના વિરોધ અને સામાન્ય જનતાના હોબાળા વચ્ચે તેમણે આ નિર્ણય પાછો ખેંચવો પડો હતો. અગાઉ આ નિર્ણય વિદ્ધ સંસદમાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો અને તેને પડતો મૂકવામાં આવ્યો હતો.
આ મામલે રાષ્ટ્ર્રપતિ યૂન સુકના કાર્યાલય દ્રારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આજે રાષ્ટ્ર્રપતિએ રક્ષા મંત્રી કિમ યોંગ–હ્યુનનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ સાથે સાઉદી અરેબિયામાં રાજદૂત ચોઈ બ્યુંગ–હ્યુકને નવા સંરક્ષણ પ્રધાન તરીકે નિયુકત કરવામાં આવ્યા છે.
દક્ષિણ કોરિયાના રાષ્ટ્ર્રપતિ યૂનની પાર્ટી સંસદમાં લઘુમતીમાં છે. સંસદમાં વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીનું વર્ચસ્વ છે. આવી સ્થિતિમાં સત્તાધારી પીપલ્સ પાવર પાર્ટીના દરેક નિર્ણયને સંસદમાં વિરોધ પક્ષ પલટી નાખે છે. જેના કારણે સંસદમાં સરકાર અને રાષ્ટ્ર્રપતિના નિર્ણયો પલટી જાય છે. પછી દેશના સંરક્ષણ પ્રધાન કિમ યોંગ–હ્યુને રાષ્ટ્ર્રપતિને દેશમાં માર્શલ લો લગાવવાનું સૂચન કયુ. સંરક્ષણ પ્રધાન કિમને દેશમાં માર્શલ લો લાદવાના માસ્ટર માઈન્ડ માનવામાં આવતા હતા. અહેવાલ મુજબ, રાષ્ટ્ર્રપતિ દેશને સંબોધનમાં માર્શલ લો લાગુ કરવાની જાહેરાત કરશે, વડાપ્રધાન હાન ડુક સૂને પણ આની જાણ નહોતી.
સાઉથ કોરિયામાં માર્શલ લો અને પછી નિર્ણયથી યુ–ટર્ન લાધા બાદ રાષ્ટ્ર્રપતિને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. રાષ્ટ્ર્રપતિ યુન સુક યેઓલના ચીફ ઓફ સ્ટાફ સહિત કેટલાક ટોચના કેબિનેટ સહાયકોએ રાજીનામું આપ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૧૨ કેબિનેટ મંત્રીઓએ તેમના રાજીનામા આપી દીધા છે. અન્ય ઘણા ટોચના નેતાઓએ પણ રાજીનામાની ઓફર કરી છે.
માત્ર વિરોધીઓ જ નહીં પરંતુ કેબિનેટના ઘણા નેતાઓ પણ માર્શલ લોના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. તેમની પાર્ટી પીપલ્સ પાવર પાર્ટીના વરિ નેતા હાન ડોંગ હનએ મુખ્ય વિપક્ષી નેતા લી જે–મ્યુંગ સાથે હાથ મિલાવ્યા છે અને આ નિર્ણયને ખોટો ગણાવ્યો છે. રાષ્ટ્ર્રપતિ વિદ્ધ મહાભિયોગ લાવવાની માંગ સાથે રસ્તાઓ પર રેલીઓ કાઢવામાં આવી રહી છે. તેમના પર ભ્રષ્ટ્રાચાર અને સત્તાના દુપયોગનો આરોપ છે.
રાષ્ટ્ર્રપતિની જાહેરાત અને પછી તે નિર્ણયમાંથી યુ–ટર્ન તેમના પર ભારે પડી રહ્યું હોય તેમ લાગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંસદમાં રાષ્ટ્ર્રપતિ વિદ્ધ મહાભિયોગ લાવવામાં આવી શકે છે. જો નેશનલ એસેમ્બલીમાં બે તૃતીયાંશથી વધુ સાંસદો તેની તરફેણમાં મતદાન કરે છે, તો તેની સામે મહાભિયોગ શ થઈ શકે છે. રાષ્ટ્ર્રપતિની પીપલ્સ પાવર પાર્ટીના નેશનલ એસેમ્બલીમાં ૩૦૦માંથી ૧૦૮ સાંસદો છે.
હાલમાં લગભગ ૩૦,૦૦૦ અમેરિકન સૈનિકો દક્ષિણ કોરિયામાં તૈનાત છે. આવી સ્થિતિમાં અમેરિકાએ કહ્યું કે અમે આ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા છીએ. અમે કોઈપણ સંજોગોમાં માર્શલ લોને સમર્થન આપતા નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech