મુંજકા ગામ પાસે આવેલા ટીટોડીયા આવાસ યોજના ક્વાર્ટર પાસેથી યુનિવર્સિટી પોલીસે ચોરાઉ રિક્ષા સાથે ત્રણ શખસોને ઝડપી લીધા હતા. પોલીસની તપાસમાં આ રિક્ષા મનહરપુર-૧ માં રહેતા યુવાનની હોવાનું જાણવા મળ્યું હતું. જે એક વર્ષ પૂર્વે ચોરી થઈ હતી. ઝડપાયેલા આરોપીઓ પૈકી એક રીક્ષાના માલિકનો જમાઈ હોય તેને સસરા સાથે ઝઘડો થતા તેનો ખાર રાખી મિત્રની મદદથી આ રીક્ષાની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ, યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એચ.એન.પટેલની રાહબરી હેઠળ પી.એસ.આઇ વી.જી.ડોડીયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઈ જગમાલભાઇ ખટાણા, હેડ કોન્સ્ટેબલ વિજુભા જાડેજા, પ્રતાપસિંહ મોયાને મળેલી બાતમીના આધારે મુંજકા પાસે ટીટોડીયા આવાસ યોજના કવાર્ટર પાસેથી ચોરાઉ સીએનજી રીક્ષા સાથે રવિ વસંતભાઈ મકવાણા (રહે. બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ પાછળ, શાંતિનગર) સુમિત નીતિનભાઈ ઉર્ફે સાગરભાઇ ગોહેલ(રહે. ટીટોડીયા ક્વાર્ટર) અને અજય શશીકાંત કોલી (રહે. રૈયા રોડ બ્રહ્મ સમાજ, ચોક શિવપરા શેરી નંબર 2) ને ઝડપી લીધા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, તપાસ કરતા આ રીક્ષા મનહરપુર એક આઇનગર સોસાયટી પાણીના ટાંકા પાસે રહેતા હરેશ વેલજીભાઈ ચૌહાણની હોવાનું માલુમ પડ્યું છે. ગત તારીખ 11/2/2024 ના તેમના ઘર પાસેથી આ રીક્ષાની ચોરી થઈ હતી. ઝડપાયેલા આરોપીઓની પૂછતાછ કરતા એવી વિગત સામે આવી હતી કે, આરોપી અજય ફરિયાદી હરેશભાઈ ચૌહાણનો જમાઈ હોય તેને સસરા સાથે ઝઘડો થયા બાદ તેની દાઝ રાખી મિત્ર સુમિતની મદદથી આ રીક્ષાની ચોરી કરી હતી. ત્યારબાદ આ રીક્ષા તેમણે કોઈ સ્થળે છુપાવી રાખી હતી. થોડા દિવસ પૂર્વે જ રિક્ષામાં કલર કરી નંબર પ્લેટ કાઢી નાખી તેના અન્ય મિત્ર રવિને ભાડેથી ચલાવવા માટે આ રીક્ષા આપી હતી. આરોપી સુમિત સામે અગાઉ મારામારી,ચોરી સહિતના ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે.જયારે અજય સામે પણ એક ગુનો નોંધાઇ ચૂકયો છે.આ કામગીરીમાં યુનિ.પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિરદેવસિંહ જાડેજા, જીજ્ઞેશભાઇ મારૂ, કોન્સ. વનરાજભાઇ લાવડીયા અને ગોપાલસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા સાથે રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજોડીયા-૩ તાલુકા પંચાયતની પરંપરાગત કોંગ્રેસની સીટ પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર
February 05, 2025 05:29 PMજામનગર શહેરમાં ઇંગ્લીશ દારૂ કબ્જે : બે શખ્સ ફરાર
February 05, 2025 05:18 PMખાલી પેટે દૂધ કે દહીં ખાઓ તો શું થાય? જાણો જવાબ
February 05, 2025 05:05 PMહાઇકોર્ટે બેટ-દ્વારકાના ડીમોલીશન સામેની તમામ અરજીઓ ઉડાવી
February 05, 2025 04:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech