ખાસ મિટિંગમાં 100 વૃક્ષો દતક લેવાની અપાઈ ખાતરી
ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારમાં 2000 વૃક્ષોના વાવેતર માટેના દ્રઢ નિશ્ચય સાથે અવિરત રીતે કામ કરી રહેલું અહીંનું "ગ્રીન ખંભાળિયા" ગ્રુપ વૃક્ષોના ઉછેર તથા માવજત માટે નોંધપાત્ર જહેમત ઉઠાવી રહ્યું છે. ત્યારે ગતરાત્રે અહીં અહીંના દ્વારકા ગેઈટ વિસ્તારમાં આવેલી શ્રીમાળી સોની જ્ઞાતિની વાડી ખાતે સોની સોના ચાંદી એસોસિયેશન અને સોની સમાજ સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગ્રીન ખંભાળિયાના અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોના સોની આગેવાનો તેમજ વેપારીઓ આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાં અપીલ કરવામાં આવતા એસોસિયેશન દ્વારા તમામ વેપારીઓના સહયોગથી 100 થી વધુ વૃક્ષો દતક લેવાની ખાતરી આપવામાં આવી હતી. જેને ગ્રીન ખંભાળિયા ગ્રુપના કાર્યકરોએ તેમજ ઉપસ્થિત સૌ કોઈએ આવકારી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુરમાં ભલારાદાદા રોડ પર બોરવેલનો ટ્રક પલટી ખાઈ જતાં ભારે ટ્રાફિક જામ
March 11, 2025 10:34 AMફેબ્રુઆરીમાં વેજ-નોનવેજ થાળીના ભાવમાં 5 ટકાનો ઘટાડો: રિપોર્ટ
March 11, 2025 10:29 AMદ્વારકા જિલ્લામાં બે યુવાનોના હૃદયરોગના હુમલાથી મોત
March 11, 2025 10:25 AM2027 સુધીમાં એઆઈ ક્ષેત્રમાં 10 લાખથી વધુ કુશળ વ્યાવસાયિકોની અછત સર્જાશે
March 11, 2025 10:25 AMજામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મહિલા દિનની ઉજવણી
March 11, 2025 10:23 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech