લોરેન્સ બિશ્ર્નોઈ પર ગીત લખનારને એક મહિનામાં મારી નખાશે, સલમાન ખાનને મળી બીજી ધમકી

  • November 08, 2024 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીભર્યો મેસેજ મળ્યો છે. આ વખતે મુંબઈના ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો મેસેજ આવ્યો છે. સંદેશમાં લખવામાં આવ્યું છે કે લોરેન્સ બિશ્નોઈ પર ગીત લખનારને એક મહિનામાં મારી નાખવામાં આવશે ગુરુવારે રાત્રે કંટ્રોલ રૂમને ધમકીભર્યો મેસેજ મળ્યો હતો. તેમાં લખ્યું છે કે સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ પર ગીત લખવામાં આવ્યું છે, તેને કોઈ પણ કાળે છોડવામાં આવશે નહીં.ધમકીભયર્િ મેસેજમાં આગળ લખવામાં આવ્યું છે કે, એક મહિનાની અંદર ગીત લખનારને મારી નાખવામાં આવશે, ગીત લેખકની હાલત એવી થઈ જશે કે તે પોતાના નામે ગીતો લખી શકશે નહીં. જો સલમાન ખાનમાં હિંમત હોય તો તેને બચાવી લે. હાલ મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
આ પહેલા રાજસ્થાનનો એક વ્યક્તિ બુધવારે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપમાં પકડાયો હતો અને તેને મહારાષ્ટ્ર પોલીસને સોંપવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આરોપીની ઓળખ ભીખા રામ (32) તરીકે થઈ છે, જે વિક્રમ તરીકે પણ ઓળખાય છે અને તે રાજસ્થાનના જાલોરનો રહેવાસી છે.
હાવેરીના પોલીસ અધિક્ષક અંશુ કુમારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર એટીએસ પાસેથી મળેલી માહિતીના આધારે, હાવેરી શહેરમાંથી એક વ્યક્તિને પકડવામાં આવ્યો હતો અને તેને તેમને સોંપવામાં આવ્યો હતો.તે હાવેરી આવ્યા પહેલા કણર્ટિકના વિવિધ સ્થળોએ રહેતો હતો.
તેણે જણાવ્યું કે તે ક્ધસ્ટ્રક્શન સાઇટ્સ પર કામ કરતો હતો અને ગૌદર ઓનીમાં ભાડાના રૂમમાં રહેતો હતો. એક પોલીસ સૂત્રએ જણાવ્યું કે, આરોપી એક પ્રાદેશિક ન્યૂઝ ચેનલ જોઈ રહ્યો હતો ત્યારે તેણે અચાનક મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો અને સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી. તે એક મજૂર છે અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ચાહક હોવાનો દાવો કરે છે. આ તેમનું નિવેદન છે, પરંતુ મુંબઈ પોલીસ દ્વારા તેની સંપૂર્ણ પૂછપરછ અને તપાસ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News