પતિ આનંદની સંપતિ 4 હજાર કરોડ રૂપિયાથી પણ વધુ હોવાનો અંદાઝ
અનીલ કપૂરની સોહામણી દીકરી સોનમ ફિલ્મો ઉપરાંત, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરે છે. તેના પતિ પણ અબજોના માલિક છે. બોલિવૂડના પીઢ અભિનેતા અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂરનો જન્મ 9 જૂન 1985ના રોજ ચેમ્બુર, મુંબઈમાં થયો હતો. પિતાના માર્ગ પર ચાલીને સોનમ કપૂરે બોલિવૂડમાં કારકિર્દી બનાવી. જોકે તે ક્યારેય અભિનેત્રી બનવા માંગતી નહોતી. બોલિવૂડમાં અભિનેત્રી તરીકે કરિયર શરૂ કરતા પહેલા સોનમ કપૂર ખૂબ જ જાડી હતી. તેનું વજન 90 કિલો સુધી હતું. આ કારણોસર તે બોલિવૂડમાં આવવા માંગતી ન હતી પરંતુ નિર્દેશક સંજય લીલા ભણસાલીના આગ્રહ પર તે બોલીવુડમાં અભિનેત્રી તરીકે કામ કરવા માટે રાજી થઈ ગઈ હતી.
ભણસાલીની 'સાવરિયા'થી અભિનયની શરૂઆત કરી
સોનમે 2007માં આવેલી ફિલ્મ 'સાવરિયા'થી બોલિવૂડમાં એક્ટ્રેસ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન સંજય લીલા ભણસાલીએ કર્યું હતું. જેમાં રણબીર કપૂરે સોનમ સાથે લીડ એક્ટર તરીકે કામ કર્યું હતું. તમને જણાવી દઈએ કે ભણસાલીની ફિલ્મથી ડેબ્યુ કરતા પહેલા સોનમ કપૂરે વર્ષ 2005માં રિલીઝ થયેલી ફિલ્મ 'બ્લેક'માં સંજયને આસિસ્ટ કરી ચૂકી હતી.
સોનમ કપૂરની નેટવર્થ કેટલી છે?
સોનમ કપૂરે બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તે તેના સમયની અભિનેત્રીઓની સરખામણીમાં કંઈ ખાસ કરી શકી નહીં. તેણીને ઓળખ મળી પરંતુ તે ટોચની અભિનેત્રી બનવામાં નિષ્ફળ રહી. જોકે કમાણીના મામલામાં સોનમ કપૂર ઘણી આગળ છે. તે કરોડો રૂપિયાની સંપત્તિની માલિક છે.પ્રાપ્ત મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનમ કપૂરની કુલ સંપત્તિ 115 કરોડ રૂપિયા છે. અભિનેત્રી એક વર્ષમાં લગભગ 12 કરોડ રૂપિયાની કમાણી કરે છે. ફિલ્મો ઉપરાંત, સોનમ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી પણ સારી કમાણી કરે છે.સોનમ કરોડોની સંપત્તિની માલિક છે, જ્યારે તેના પતિ આનંદ આહુજાની સંપત્તિ અબજોની છે. તમને જણાવી દઈએ કે સોનમના પતિ આનંદ આહુજા ફેમસ બિઝનેસમેન છે. તેની પાસે ઘણી મોંઘી મિલકતો છે.સોનમના પતિ 4 હજાર કરોડ રૂપિયાની કુલ સંપત્તિના માલિક છે.
આનંદની મોંઘી મિલકતમાં તેમનું દિલ્હીનું ઘર પણ સામેલ છે. આનંદના દિલ્હી સ્થિત ઘરની કિંમત લગભગ 173 કરોડ રૂપિયા છે. જોકે, સોનમ અને આનંદ દિલ્હીમાં નહીં પરંતુ લંડનમાં રહે છે. બંનેએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા અને ત્યારબાદ બંને લંડન શિફ્ટ થઈ ગયા હતા. હવે બંને એક પુત્ર વાયુના માતા-પિતા છે.
આનંદ સલમાન-અક્ષય કરતાં વધુ અમીર છે
સોનમના પતિ બોલિવૂડના બે મોટા સુપરસ્ટાર સલમાન ખાન અને અક્ષય કુમાર કરતાં પણ વધુ અમીર છે. ફિલ્મીસિપ્પાના એક રિપોર્ટ અનુસાર અક્ષય કુમારની કુલ સંપત્તિ 2414 કરોડ રૂપિયા છે. જ્યારે સલમાન ખાન લગભગ 2900 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech