સોનાક્ષી સિન્હા ફરી ચમકશે 'રાવડી' સાથે, અક્ષય કુમાર સાથે કામ કરવાની બાબતે કહી આ વાત

  • March 03, 2023 07:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાનું ફિલ્મી કરિયર હિટ ફિલ્મની શોધમાં છે. જોકે, બધાની નજર તેની આગામી ફિલ્મ 'હીરામંડી' પર ટકેલી છે. સંજય લીલા ભણસાલીની 'હીરામંડી'નો ફર્સ્ટ લૂક જોઈને ચાહકોના દિલની ધડકન વધી ગઈ છે. હવે બધા આ શાનદાર ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન સોનાક્ષી સિન્હાના હાથમાં વધુ એક પ્રોજેક્ટ છે. તે ફરી એકવાર અક્ષય કુમાર સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

હકીકતમાં, હવે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની આગામી ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'માં પણ સોનાક્ષીની એન્ટ્રી થઈ ગઈ છે. સોનાક્ષી પહેલીવાર ટાઈગર સાથે કામ કરવા જઈ રહી છે. સાથે જ તે આ પહેલા પણ અક્ષય સાથે ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. સોનાક્ષી ટૂંક સમયમાં 'બડે મિયાં છોટે મિયાં'નું શૂટિંગ શરૂ કરશે. સોનાક્ષી હાલમાં જ બર્લિનથી પરત આવી છે. હવે તે આ મનોરંજક ફિલ્મ માટે તૈયાર છે. ફિલ્મની ટીમે હાલમાં જ મુંબઈનું શેડ્યુલ પૂરું કર્યું છે. હાલમાં સ્કોટલેન્ડમાં શૂટિંગ ચાલી રહ્યું છે.

​​​​​​​

સ્કોટલેન્ડ બાદ આ ફિલ્મનું શૂટિંગ અબુ ધાબીમાં થશે. માર્ચના અંત સુધીમાં અબુધાબીનું શિડ્યુલ પણ પૂરું થઈ જશે. સોનાક્ષી આ ફિલ્મનો ભાગ બનીને ઘણી ખુશ છે. તેણે આ ફિલ્મ વિશે કહ્યું કે, તે બડે મિયાં છોટે મિયાંના કલાકારોનો ભાગ બનવા માટે ઉત્સાહિત છે. તે કહે છે કે અક્ષય સાથે કામ કરવાનો હંમેશા આનંદ રહ્યો છે અને તે પણ ટાઇગર સાથે પહેલીવાર કામ કરીને ખુશ છે.

​​​​​​​

તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પહેલીવાર 'બડે મિયાં છોટે મિયાં'માં સાથે જોવા મળશે. આ ફિલ્મ કોમેડી એક્શન હશે. ચાહકો પણ આ જોડીને સાથે જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. આ ફિલ્મને અલી અબ્બાસ ઝફર ડિરેક્ટ કરી રહ્યા છે.

SonakshiSinha,bollywood,AkshayKumar,SonakshiSinha,TigerShroff



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application