ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી’..ફર્સ્ટ લુક આવ્યો સામે
મનીષા કોઈરાલા બાદ સોનાક્ષી સિંહા અને અદિતિ રાવ પણ રોયલ લુકમાં જોવા મળી હતી. મનીષા કોઈરાલાની સાથે સોનાક્ષી સિંહા, અદિતિ રાવ હૈદરી, શર્મિન સહગલ, રિચા ચઢ્ઢા અને સંજીદા શેખ પણ 'હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર' શ્રેણીમાં મહત્વની ભૂમિકામાં છે.
ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી તેમની આગામી સિરીઝ ‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’ માટે સતત ચર્ચામાં છે. સંજય લીલા ભણસાલી આ સીરિઝથી OTT ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. ‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’ની જાહેરાત વર્ષ 2023માં જ કરવામાં આવી હતી. ત્યારે આજે તેને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે કે હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’નો ફર્સ્ટ લુક રિલીઝ કરાયો છે.
‘હીરામંડી’ની પહેલી ઝલક સામે આવી
‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’ આ વર્ષે નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. શ્રેણીની પ્રથમ ઝલકમાં, એક બજાર બતાવવામાં આવ્યું છે જ્યાં તે અભિનેત્રીઓ એક સમયે રાણી હતી. ભણસાલીની આ સીરિઝમાં તેમની શાન અને શોખને ખૂબ જ ભવ્ય રીતે દર્શાવવામાં આવી છે. આ ફર્સ્ટ લુક વીડિયોમાં મનીષા કોઈરાલાની દમદાર એન્ટ્રી સૌથી પહેલા બતાવવામાં આવી છે. સીરિઝમાં તેનો ખૂબ જ ઇન્ટેન્સ લુક જોવા મળી રહ્યો છે. તેના ચહેરાના હાવભાવ જોઈને લાગે છે કે તે કોઈ રહસ્ય દબાવી રહી હોય.
એક પછી એક શર્મિન સેહગલ, મનીષા કોઈરાલા, રિચા ચઢ્ઢા, અદિતિ રાવ હૈદરી અને સોનાક્ષી સિંહાના પાત્રો દેખાય છે. અને આ બધા પાત્રો ફક્ત તેમના દેખાવ દ્વારા લોકોનું ધ્યાન ખેંચે છે. ‘હીરામંડી’ની ફ્રેમ્સ સિનેમેટોગ્રાફીની કલાત્મકતાનું ઉદાહરણ છે અને આ ફ્રેમ્સમાં જોવા મળતા દરેક પાત્રો, દરેક વસ્તુની વિગતવાર તપાસ કરવામાં આવી હોય તેવું લાગે છે.
સોનાક્ષી સિંહા-અદિતિ રાવનો રોયલ લૂક
મનીષા કોઈરાલા બાદ સોનાક્ષી સિંહા અને અદિતિ રાવ પણ રોયલ લુકમાં જોવા મળી હતી. મનીષા કોઈરાલાની સાથે સોનાક્ષી સિંહા, અદિતિ રાવ હૈદરી, શર્મિન સહગલ, રિચા ચઢ્ઢા અને સંજીદા શેખ પણ ‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’ શ્રેણીમાં મહત્વની ભૂમિકામાં છે. સિરીઝના આ ફર્સ્ટ લૂક વીડિયોમાં પ્રેમ, શક્તિ અને સ્વતંત્રતા માટે ગણિકાની લડાઈને સુંદર રીતે દર્શાવવામાં આવી છે.
‘હીરામંડીઃ ધ ડાયમંડ બજાર’ની વાર્તા
‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’નો ફર્સ્ટ લુક જોઈને સ્પષ્ટ થઈ ગયું કે સંજય લીલા ભણસાલીની દરેક ફિલ્મની જેમ આ સિરીઝ પણ મોટી અને ભવ્ય બનવાની છે. તમને જણાવી દઈએ કે, આ સંજય લીલા ભણસાલીની પહેલી વેબ સિરીઝ બનવા જઈ રહી છે. આ શ્રેણીની વાર્તા ભારત-પાકિસ્તાનના ભાગલા પહેલાની છે. ભાગલા પહેલા પાકિસ્તાનની ગણિકાઓ ખૂબ જ પ્રખ્યાત હતી, આ સિરીઝ તેમના પર આધારિત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech