જામનગરમાં જનેતા પર આચરેલા દુષ્કર્મના કેસમાં કપાતર પુત્રને 14 વર્ષની સજા

  • October 10, 2024 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

15 જેટલા સાક્ષીઓ અને 25 જેટલા દસ્તાવેજી પુરાવા તપાસવામાં આવ્યા: સેશન્સ કોર્ટનો ચૂકાદો


જામનગરમાં સગી માતા સાથે  દુષ્કર્મ આચારવાના કેસમાં કપાતર પુત્રને અદાલતે 14 વર્ષ ની જેલ સજાનો હુકમ કર્યો છે.


આ કેસ ની વિગત એવી છે કે ગત તારીખ  3/5/2023 ના રોજ ફરીયાદી મહિલા ધ્વારા પોતાના પુત્ર વિરૂધ્ધ એવી ફરીયાદ નોંધાવેલ કે તેણીના પતિ દોઢ વર્ષ પહેલા અવસાન પામેલ હતા અને તેઓ તેઓના પુત્રને રોજ રાત્રે મોડા ઘરે આવવાની ટેવ હતી જેથી તે દિવસે તેઓ દરવાજો ખુલ્લો રાખીને પોતાના મમાં સુઈ ગયેલ જેથી રાત્રીના 12.30ની આસપાસ તેણીનો પુત્ર તેણીમાં ને કહેલ કે મને પથારી કરી આપેલ જેથી તેણી માં તેના રૂમમાં પથારી કરવા ગયેલ ત્યારે પુત્રના મોં માંથી નસો કરેલની વાસ આવતી હતી અને ત્યારે તેણીના દિકરાએ મના બારી દરવાજા અને લાઇટ બંધ કરી દીધેલ અને પગા દુખે છે દબાવવા માટે કહયુ હતું.


દરમિયાન તેણીના પુત્ર એ બળજબરીથી પકડી તેણી ઈચ્છા વિરૂધ્ધ દુષ્કર્મ કર્યો હતો, અને પછી તેને ધમકી આપેલ કે જો તુ કોઈ ને આ વાત કહીશ તો તને જાન થી મારી નાખીશ તેવી ધમકી આપી અને સુઈ ગયેલ. ત્યારબાદ તેની માં ઘર થી નીકળી ગયેલ અને ડરનાં કારણે જી.જી. હોસ્પીટલના ગાયનેક વિભાગની લોબીમાં જાઈને ત્યાં સુઈ ગઇ હતી, ત્યારબાદ ફરીયાદી એ પોલીસમાં પોતાનાં સગા  પુત્ર  વિધ  ફરીયાદ નોંધાવેલ, જેથી પોલીસે આરોપી કપાતરને પકડી અને જેલ હવાલે કર્યો  હતો.


આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા 15 જેટલા સાક્ષીઓ અને 25 જેટલા દસ્તાવેજી પુરાવા તપાસવામાં આવ્યા હતા. અને સરકાર તરફે હાજર રહેલ સરકારી વકીલ રાજેશ કે. વસીયર એ  દલીલ કરેલ કે હાલનો કેસ સમાજ માટે કલંકરૂપ કિસ્સો છે જેથી હાલના આરોપીને સખ્તમાં સખ્ત સજા કરમાવવામાં આવે જેથી સરકારી વકીલની દલીલો ધ્યાને લઈ સેશન્સ કોર્ટે આરોપીને 14 વર્ષ સખ્ત કેદ ની સજા તથા ા. 15,000 નો  દંડ ભરવાનો હુકમ ફરમાવેલ તેમજ પીડીતા.ને ા. 1 લાખનું વળતર ચુકવવાનો પણ હુકમ કરેલ. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે. વસીયર ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application