સોમનાથ ત્રિવેણી સંગમ અને દરિયા કાંઠે કડકડતી ઠંડીમાં સીગલ પક્ષીઓનું સૂર્યસ્નાન

  • January 18, 2023 07:27 PM 

સોમનાથ ત્રિવેણી સંગમ અને દરીયા કિનારે ઠંડી ની મોસમ મા વિદેશી પક્ષીઓ દરવર્ષે પધારે છે અને શિયાળામાં રોકાણ કરે છે બચ્ચા નો જન્મ આપી અને તેનો ઉછેર કરે છે અને શિયાળો પુરો થતા ફરી પોતાના વતન તરફ પ્રયાણ કરે છે.આ યાયાવર સીગલ પક્ષીઓ શિયાળા ની શરૂઆત થતા ની સાથે સોમનાથ પધારે છે અને આ પક્ષીઓ ને કારણે યાત્રિકો મા વિશેષ આકર્ષણ જોવા મળે છે અને પક્ષીઓ ને લોટ ખવડાવવો અને તેમની સાથે સેલ્ફી લેતા હોય છે અને બાળકો આ પક્ષીઓ વચ્ચે દોડા દોડી કરી ખૂબજ આનંદ માણે છેઆ પક્ષીઓ ઠંડા પ્રદેશોમાં થી આવે જેમા સાયબેરીયા, ઓસ્ટ્રેલિયા સહિતના ઠંડા પ્રદેશોમાં થી આવે છે ઠંડા પ્રદેશોમાં નદી તળવો મા ઠંડી ના કારણે બરફ જામી જાય છે જેથી ત્યાં રહેવુ મુશ્કેલ બને છે જેથી હજારો કિલોમીટર નુ અંતર કાપી અને સોમનાથ ના સમુદ્ર કિનારો અને ત્રિવેણી સંગમ ના મહેમાન બને છે અને આ વિસ્તારના લોકો તેમજ યાત્રિકો માટે આકર્ષણ નુ કેન્દ્ર બને છે.
તસ્વીર માં ત્રિવેણી સંગમ અને દરીયા કિનારે ઠંડી ના કારણે સુર્ય ના તડકા નો શિસ્ત બદ્ધ રીતે આનંદ માણતા નજરે પડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application