ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર સમુદ્ર કિનારા પર વિશ્વની સૌી વિશાળકાય માછલી, વ્હેલ શાર્ક પોતાને સાનુકૂળ પરિબળો અને જૈવિક જરૂરિયાતો મળી રહેવાી ગુજરાતનાં દરિયામાં આ દુર્લભ પ્રજાતિની માછલી વસવાટ કરવાનું પસંદ કરે છે. ગુજરાતના દરિયા કિનારે આ મહાકાય દુર્લભ પ્રજાતિની માછલીના સંરક્ષણ અને સંવર્ધન તેમજ તેના પરિભ્રમણ માટેની પેટર્ન્સ સમજવાનો ઉદ્દેશ્ય સો, વન વિભાગ ગુજરાત રાજય અને વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા દ્વારા સંયુક્ત ઉપક્રમે કાર્યરત વ્હેલ શાર્ક સંરક્ષણ પ્રોજેકટ અંતર્ગત પાંચ (૫) સેટેલાઇટટેગ લગાવવામાં આવનાર છે.
નાયબ વન સંરક્ષક, જૂનાગઢ વન વિભાગ, જૂનાગઢ અક્ષય જોશી ના સીધા માર્ગદર્શન હેઠળ તા. ૨૮ માર્ચ, ૨૦૨૪ના દિવસે વેરાવળ ફિશિંગહાર્બરી ૧૨ કિમી દૂર આકસ્મિક રીતે માછીમારીની જાળમાં ફસાયેલ ૨૭ ફૂટ લાંબી નર વ્હેલશાર્કને રેસ્ક્યું ઓપરેશન વડે સુરક્ષિત પરત છોડી મૂકતાની સો તેના પર ૨૫૭ સેટેલાઇટ ટેગ લગાવવામાં આવેલ છે.
વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૭ દરમિયાન, જૂનાગઢ વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા () દ્વારા વ્હેલ શાર્ક સંરક્ષણ પ્રોજેકટ અંતર્ગત જુદા જુદા આઠ જેટલા સેટેલાઈટટેગ લગાવવામાં આવેલ હતા.
ગુજરાત રાજ્યના વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના સંયુક્ત પ્રયાસોની સો સો ટાટા કેમીકલ્સ લી. ના સહયોગ વડે ગુજરાતના સાગરખેડુઓ અને તેના આગેવાનોનું વિશિષ્ટ યોગદાન અને સક્રિય ભાગીદારી સા-સહકાર મળી રહેલ છે. જેના પરીણામ સ્વરૂપે ગુજરાતનાં દરિયાકાંઠે કાર્યરત આ વ્હેલ શાર્ક સંરક્ષણ પ્રોજેકટ અંતર્ગત છેલ્લા બે દાયકાના સમયગાળા દરમિયાન લગભગ ૯૩૦ ી પણ વધુ આકસ્મિક રીતે માછીમારીની જાળમાં ફસાયેલ વ્હેલ શાર્ક માછલીઓને સુરક્ષિત છોડી મૂકી તેનો જીવ બચાવી લીધેલ છે અને જૂનાગઢ વન વિભાગ દ્વારા તેમને પોતાની જાળના નુક્શાન પેટે ર્આકિ વળતર ચૂકવવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech