જેતપુરના મહિલાને ફેક આઈડીથી ફસાવવાની કોશિશ કરનાર ગઢડાનો રીઢો શખસ ઝડપાયો

  • April 02, 2025 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના નવાગઢ વિસ્તારમાં રહેતા અને સાડીનું કારખાનું ધરવતા અંકિતભાઈ રાદડિયાએ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદ મુજબ, ગત તા. ૨૩ ફેબ્રુઆરીના રોજ રાજકોટની પરિણીતાને અંકિત ઇન્સ્ટાગ્રામ પર મેસેજ અને કોલ કરતો હોવાનું જણાવી હાર્દિક ગોંડલીયા અને ભુપતભાઇ ભુવાએ જેતપુર આવી તેને મારમારેલ પણ પોતે કોઈને મેસેજ કર્યા જ ન હોવાથી અંકિતે આ અંગે સીટી પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી. જેથી સીટી પોલીસે બંને શખ્સની ધરપકડ કરી તપાસ કરતા  ફરીયાદીનું ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. જેવું જ નામ રાખીને બનાવેલ છે જેમાં માત્ર એક અંડરસ્કોડ (–)નો ફેર છે. આ નકલી આઈ.ડી. બનાવનાર વ્યકિતએ તે આઈ.ડી.ના ડેસ્કટોપ પીકચર પર ફરીયાદી તથા તેમની પત્નિનો ફોટો રાખેલ. બાદ આ નકલી આઈ.ડી. બનાવનાર વ્યકિતએ હાર્દીકભાઈ ગોંડલીયાની પત્નિને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરેલ. જેનો ખાર રાખી હાર્દીકભાઈ તથા ભુપતભાઇએ અંકિતે જ મેસેજ કરેલ છે તેવું માની લઈ તેને માર મારેલ. જેથી સીટી પોલીસે સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર આવા ડમી એકાઉન્ટ ધારકો જે પ્રતિ ીત અને સારા માણસોને નામે એકાઉન્ટ બનાવી તેનો દુરપયોગ કરી પોતાના અનૈતીક ઈરાદાઓ પાર પાડે છે અને હજુ કોઈને ભોગ બનાવે તે પૂર્વે ડમી આઈડી બનાવનાર શખ્સને ઝડપી લેવા સીટી પોલીસ સ્ટેશન તેમજ રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ટીમની મદદ લઈ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધારકની ઈન્સ્ટાગ્રામના સર્વર પરથી માહિતી માંગવામાં આવેલ. બાદ ડમી ઈન્સ્ટાગ્રામ ધારકની માહિતી મળતા, આ ડમી ઈન્સ્ટાગ્રામ ધારક ગઢડા તાલુકાના અળતાળા ગામનો પરેશ બાબુભાઈ પરમાર ગઢડા હોવાનું જાણવા મળેલ.અને જેતપુરમાં જે હનીટ્રેપની ફરીયાદ નોંધાઈ તેમાં પણ આજ શખ્સ સામેલ હતો અને આ શખ્સે જ ફરીયાદીના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી યુવતીને જેતપુરની હોટલ તીર્થમાં બોલાવી હતી. પરંતુ આરોપીએ હોટલના રજીસ્ટરમાં પોતાનો મોબાઈલ નંબર આપ્યો હોય તે પોલીસે તપાસ કરાવતા તે નંબર અસલી નીકળતા પોલીસે મોબાઇલ નંબર ટ્રેસ કરી સર્વેલન્સ ટીમ અડતાળા ગામે લોન રીકવરી એજન્ટ બનીને પરેશના ઘરે જઈ તે ત્યાં હાજર ન હતો. જેથી આ શાંતિર દિમાગવાળા શખ્સને પોલીસ આવી ગઈ છે તેવી ગધં ન આવી જાય તે માટે પોલીસ અડતાળા ગામમાં પરેશના ઘરની આજુબાજુ જ રહી ૨૪ કલાક જેટલો સમય ઘર પર નજર રાખી રહી હતી. ત્યાં રાત્રીના સમયે પરેશ ઘરે આવતા જ પોલીસે તેને ઝડપી લીધો હતો

પરેશે ૨૦ રૂપિયા આપી ફોલોઅર વધાર્યા
પરેશ છેલ્લ ા ચાર પાંચ મહિનાથી અંકિતના નામનું ડમી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કરે છે અને તે ડમી એકાઉન્ટમાં ફોલોઅર વધારવા માટે ૨૦ પિયા આપીને ૧ હજાર ફોલોઅર વધારતો હતો. જેથી એકાઉન્ટ ડમી ના લાગે.ઉપરાંત આ શાંતિર દિમાગવાળો પરેશ અંકિતના  ઓરીજનલ ઈન્સ્ટાગ્રામ પર સતત નજર રાખીને તેમના ટ્રાવેલીંગ, ઘર, ધંધો પરીવારના સભ્યો આ બધી માહિતી એકઠી કરતો. અને અંકિત જે પોસ્ટ પોતાના એકાઉન્ટમાં અપલોડ કરે તે પોસ્ટ પરેશ ડમી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરતો હતો.
આઈડીના આધારે પરેશે અનેક મહિલાઓને ફસાવી

પરેશે ડમી એકાઉન્ટ દ્રારા દરરોજ અસંખ્ય મહિલાઓ યુવતીઓને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરતો અને જે એકાઉન્ટ પરથી રીપ્લાય મળે તે એકાઉન્ટ ધારક સાથે અંકીત પટેલ બનીને ચેટ કરતો અને તેને વાતોથી પોતાની પ્રેમ જાળમાં ફસાવીને પીયા પડાવતો તેના મોબાઇલ ફોનમાં આવી ઘણી બધી ચેટ મળેલ છે. તેમજ પરેશે અમુક મહિલાઓ સાથેના વિડીયોકોલ દરમ્યાન સ્ક્રીન રેકોડગ પણ કરેલ જે તેના મોબાઈલમાં મળી આવેલ જેમાં પરેશ માત્ર પોતાના હાથમાં રહેલ ટેટુ જ દેખાડતો અને ચહેરો છુપાવતો હતો. કેમ કે પરેશે અંકિતના હાથમાં જેવું ટેટુ છે તેવું ટેટુ પોતાના હાથમાં બનાવડાવેલ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application