સાયબર ગુનેગારો છેતરપિંડી કરવાના અવનવા રસ્તાઓ શોધતા રહે છે. હવે આવા લોકો ફેસબુક દ્વારા લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે સામાન્ય માણસથી લઈને મોટા અધિકારીઓને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. ત્યારે ગુજરાતના મુખ્ય સચિવ પંકજ જોશીનું નકલી ફેસબુક એકાઉન્ટ બનાવીને પૈસાની માંગણી કરવામાં આવી છે. આ નકલી એકાઉન્ટ બનાવનાર વ્યક્તિએ પોતાને સીઆરપીએફ અધિકારી હોવાનો દાવો કરીને પૈસાની માંગણી કરી છે.
આ અંગે સચિવ પંકજ જોશીએ જણાવ્યું છે કે, કોઈ અજાણ્યા વ્યક્તિએ મારા નામે ફેસબુક એકાઉન્ટ બનાવ્યું છે અને કોઈએ પૈસા ટ્રાન્સફર કરવા નહીં. બીજી તરફ તેમણે ફેસબુક અને પોલીસને સમગ્ર મામલાની જાણ કરી છે. પોલીસે સમગ્ર મામલાની તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે.
હાલ ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધ્યા છે, એમા પણ ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓમાં વધારો થયો છે. સાયબર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમને ધરપકડનો ડર બતાવે છે. આમાં તેઓ તમને ઘરમાં કેદ રાખે છે. આવી સ્થિતિમાં, વીડિયો કોલ દરમિયાન, છેતરપિંડી કરનાર તેની પૃષ્ઠભૂમિને પોલીસ સ્ટેશનની જેમ બનાવે છે, આ જોઈને પીડિત ડરી જાય છે અને ડરના કારણે તે તેની વાતોથી પ્રભાવિત થઈ જાય છે. છેતરપિંડી કરનારાઓ જામીન માંગીને તમારી સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરે છે. છેતરપિંડી કરનાર પીડિતને વીડિયો કોલ છોડવા કે કોઈનો સંપર્ક કરવા દેતો નથી. પીડિતને તેના જ ઘરમાં ધરપકડ કરવામાં આવે છે, પીડિતને એવું કહીને ડરાવવામાં આવે છે કે તેના આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર કામ માટે કરવામાં આવ્યો છે. આ બધું થાય પછી તમને ડરાવવાની 'ગેમ' શરૂ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં હાફિઝ સઈદના નજીકનો સાથી અબ્દુલ રહેમાનની ઈદના દિવસે જ હત્યા
March 31, 2025 03:51 PMસારવાર માટે મળેલા વળતરમાંથી મેડિકલેમ કાપી શકાય નહિ: હાઈકોર્ટ
March 31, 2025 03:27 PMહસ્તગીરી ડુંગર પર લાગેલી ભીષણ આગ બે કાબુ
March 31, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech