લાઇટ હાઉસ આવાસ યોજનાનું કામ નબળું થયું હોવાનું તેમજ તેમાં ભ્રષ્ટ્રાચાર થયાનો કથિત આક્ષેપ કરી વિપક્ષ દ્રારા લાઇટ હાઉસ આવાસ યોજનાના રહીશોના પ્રશ્નો ઉકેલવા મ્યુનિ.કમિશનરને આજરોજ રજુઆત કરાઇ હતી.
વિશેષમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને કરેલી લેખિત રજુઆતમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ અતુલભાઇ રાજાણી અને મ્યુનિ.વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું છે કે મહાપાલિકામાં શાસકોએ ચૂંટણી પહેલા યાં માનવી ત્યાં સુવિધા અને છેવાડાના માનવીનો વિકાસના સપનાઓ બતાવી શાસનધુરા સંભાળી હતી. શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના ઘરના ઘરનું સ્વપન સાકાર થાય તે માટે મુખ્યમંત્રીને પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ બનાવવામાં આવે છે જે આવાસ યોજનામાં ભ્રષ્ટ્રાચારની બદબૂ આવે છે અથવા તો એ આવાસ યોજના બનાવ્યા પછી ખંઢેર થઇ જાય છે ત્યાં સુધી તત્રં દ્રારા સોંપવામાં આવતા નથી. આ પ્રકારની એક આવાસ યોજના કે જે રાજકોટ શહેરના પરશુરામ મંદિર પાસે સ્માર્ટ સિટી રૈયા રોડ ખાતે આવેલ લાઈટ હાઉસ પ્રોજેકટમાં રહેતા ૧૧૪૪ ફલેટધારકો દ્રારા આવાસ યોજનામાં થયેલા ભ્રષ્ટ્રાચાર અને બાંધકામમાં નબળી ગુણવત્તા ઠેર ઠેર લીકેજ પ્લાસ્ટર ખરી પડવાની ઘટના અને રૈયા ગામથી ટાઉનશીપ સુધીનો રસ્તો અંધકારમય સહિતના પ્રાથમિક જરિયાતના અનેક પ્રશ્નો અધ્ધરતાલ રહ્યા છે. આવાસ ધારકોએ આ બાબતે અવારનવાર ફરિયાદો પણ કરી છે જે તંત્રના રેકર્ડ ઉપર છે.
પત્રમાં ઉમેયુ છે કે રાજકોટના રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં આશરે ૧૧૮ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા લાઈટ હાઉસ પ્રોજેકટમાં વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેકટ છે આ પ્રોજેકટ દેશમાં છ સ્થળોએ છે જેમાં ગુજરાતમાંથી રાજકોટની પસંદગી થઇ છે પરંતુ શાસકોની અણ આવડત અને આ પ્રોજેકટમાં થયેલ બેફામ ભ્રષ્ટ્રાચારને પગલે આ યોજના ભ્રષ્ટ્રાચારથી ખરડાઇ છે, પાણી પડે છે, ઈલેકટ્રીક બોર્ડ હોય તો સ્વીચો નથી, કોમ્યુનિટી હોલના સોંપવાના ઠેકાણા નથી, બારીઓમાં છજા આપેલ ન હોવાને પગલે લેટમાં પાણી ઘૂસી જાય છે, નબળું બાંધકામ ભ્રષ્ટ્રાચારની ચાડી ખાય છે. જે સેમ્પલો દેખાડવામાં આવ્યા હતા તે પ્રકારની કોઇ પણ વ્યવસ્થા નથી. સમગ્ર પ્રોજેકટની તટસ્થ તપાસ કરી કોન્ટ્રાકટર એજન્સી માલાણી કન્સ્ટ્રકશન કે જવાબદાર અધિકારીઓ સામે તપાસ હાથ ધરી કડકમાં કડક પગલાં લેવા વિપક્ષ કોંગ્રેસની માંગ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech