નાલંદા સોસાયટીની સોલબી હોસ્પિટલ જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકતા ઝડપાઇ

  • September 05, 2024 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૮માં કાલાવડ રોડ ઉપર કોટેચા ચોક નજીકની નાલંદા સોસાયટીમાં આવેલ સોલબી હેલ્થ હોસ્પિટલ દ્રારા ટીપરવાનમાં બાયો મેડિકલ વેસ્ટ નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્રારા હોસ્પિટલ પાસેથી .૧૦,૦૦૦નો હાજર દડં વસુલાયો હતો.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે ગઇકાલે સોલબી હેલ્થ હોસ્પિટલ દ્રારા ઇન્જેકશન, સિરિંજ, નિડલ જેવો બાયો મેડીકલ વેસ્ટ અધિકૃત એજન્સીના વાહન મારફતે નિકાલ કરવાને બદલે મ્યુનિસિપલ ટીપરવાનમાં નાખવા બદલ રાજકોટ મહાપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્રારા .૧૦,૦૦૦નો દડં વસુલ કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ મહિનામાં આ ત્રીજી હોસ્પિટલ ટીપરવાનમાં બાયો મેડિકલ વેસ્ટ ફેંકતા ઝડપાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરમાં આવેલ તમામ હોસ્પિટલ, દવાખાનાઓ તથા કિલનિક ચલાવતા ડોકટરોને અનેક વખત જાણ કરાઇ છે કે તેમનો બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં કે કોઇ પણ અન્ય જગ્યાએ ન ફેંકતા બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે અધિકૃત કરેલ એજન્સી ડિસ્ટ્રોમ્ડ બાયો કિલન પ્રા.લિ. મારફત જ નિકાલ કરવાનો છે.
ઉપરોકત કામગીરી રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પર્યાવરણ ઈજનેર નિલેશ પરમારની સુચના અને નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવરના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.૮ના સેનીટરી ઇન્સ્પેકટર નિલેશ ડાભી દ્રારા કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News