શહેરમાં ટાગોર રોડ પાસે હેમુ ગઢવી હોલ નજીક આવેલ એવીપીટીઆઇ કોલેજ સંકુલમાં બોયઝ હોસ્ટેલની અગાસી પરથી કોઈ શખસો ૧૫ સોલાર પેનલ ચોરી કરી ગયા અંગેની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પિયા દોઢ લાખની કિંમતની સોલાર પેનલ ચોરી કરી જનાર શખસોને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.
ચોરીના આ બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, હેમુ ગઢવી હોલ પાસે આવેલી એવીપીટીઆઈ કોલેજના આચાર્ય પરેશભાઈ પ્રવીણચદ્રં કોટક(ઉ.વ ૫૬ રહે. રામપાર્ક, કાલાવડ રોડ, રાજકોટ) દ્રારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીની આ ઘટના અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પરેશભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, અહીં એવી પીટીઆઈ કોલેજ સંકુલમાં માર્કેાની નામની બોયઝ હોસ્ટેલ આવેલી છે. ગત તા. ૧૩૫૨૦૨૪ ના સાંજના સમયે હોસ્ટેલના વોર્ડન જે.વી.પરમારનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, હોસ્ટેલમાં અગાસી પરથી ૧૫ સોલાર પેનલની ચોરી થઈ ગઈ છે. બાદમાં આ બાબતે આચાર્ય અહીં પહોંચી તપાસ કરી હતી અને સિકયુરિટી ગાર્ડને આ બાબતે પૂછયું હતું છેલ્લે માર્ચ મહિનામાં અહીં સોલાર પેનલ જોઈ હોય ત્યારબાદ કોઈપણ સમયગાળા દરમિયાન આ સોલાર પેનલ ચોરી થઈ હોવાનું માલુમ પડું છે. જેથી તેમણે આ અંગે અહીં લોખંડના સ્ટેન્ડમાં ફીટ કરેલ સ્ટેન્ડ તોડી પિયા દોઢ લાખની કિંમતની ૧૫ સોલાર પેનલ ચોરી થયા અંગે આ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી સોલાર પેનલની ચોરી કરી જનાર શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech