હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા અને મનાલીમાં સોમવારે સિઝનની બીજી હિમવર્ષા થઈ હતી જેના પગલે અહી બરફબારીની મોજ લેવા આવેલા પ્રવાસીઓને મોજ પડી ગઈ હતી. મનાલીમાં ભારે હિમવર્ષાના કારણે સોલાંગ અને અટલ ટનલ રોહતાંગમાં મોટી સંખ્યામાં વાહનો અને પ્રવાસીઓ અટવાઈ ગયા હતા. જેમને મહા મહેનતે બહાર લાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.પોલીસ પ્રશાસને મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરી હતી. લગભગ ૭૦૦ પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કલાકો સુધી લાંબા ટ્રાફિક જામમાં લગભગ ૧૦૦૦ વાહનો અટવાયા હતા.
મનાલીના એએસપી સંજીવના જણાવ્યા અનુસાર અટલ ટનલ રોહતાંગમાં હજુ પણ ૫૦ વાહનો ફસાયેલા છે. અન્ય વાહનોમાં ફસાયેલા લોકોને બચાવીને સુરક્ષિત સ્થાનો પર રાખવામાં આવ્યા છે. સ્થાનિક પ્રશાસનના અધિકારીઓના જણાવ્યા અનુસાર બરફથી ઢંકાયેલા પહાડોમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરવા આવતા પ્રવાસીઓના ધસારાને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. પ્રવાસીઓના ધસારાને કારણે પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી.
વાસ્તવમાં, ૮ ડિસેમ્બરે પ્રથમ હિમવર્ષા પછી, બે અઠવાડિયાના અંતરાલ પછી શ થયેલ સુંદર હિમવર્ષાએ પ્રવાસીઓના ચહેરા પર આનદં તો લાવી દીધો છે પરંતુ સ્થાનિક વેપારીઓને પણ ખુશ કરી દીધા છે. હિમવર્ષા બાદ સ્થાનિક પ્રવાસન ઉધોગ સાથે સંકળાયેલા લોકોમાં ઉત્સાહનો માહોલ છે.હિમવર્ષાની સીધી અસર એ છે કે પ્રવાસીઓ અગાઉના આયોજન કરતાં વધુ સમય સુધી હોટલોમાં રોકાયા છે
કાશ્મીરમાં પાઈપલાઈન થીજી ગઈ, પાણીની તંગી
જમ્મુ કાશ્મીરમાં હળવા વરસાદ પછી, ઉત્તર ભારતમાં તાપમાનનો પારો નીચે ગયો છે. આ ઉપરાંત શ્રીનગર અને હિમાચલમાં પણ અગાઉની સરખામણીએ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. શ્રીનગરમાં જળાશયો જામવા લાગ્યા છે. પાણીની પાઈપલાઈનને પણ માઠી અસર થઈ છે. કાશ્મીરમાં તીવ્ર શીત લહેર ચાલુ રહી છે અને પારો શૂન્યથી નીચે સરકી ગયો છે.ખીણમાં ખતરનાક શીત લહેરોની સ્થિતિ પ્રવર્તી રહી હતી, જેના કારણે પાણી પુરવઠાની પાઇપલાઇન્સ જામી ગઈ હતી, યારે ઘણા જળાશયોની સપાટી પર બરફનું પાતળું પડ ઊભું થયું હતું. મંગળવારે સવારે તપાસવામાં આવેલા તાપમાનમાં, શ્રીનગર સોમવાર કરતાં ઘણું ઠંડુ હતું. મંગળવારે શ્રીનગરમાં માઈનસ ૫.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
મનાલીમાં વ્હાઇટ ક્રિસમસની ઉજવણી
હાલમાં, મનાલીમાં અણધારી હિમવર્ષાએ વ્હાઇટ ક્રિસમસ ના સપના જોનારાઓમાં ઉત્સાહ ભરી દીધો છે. દરમિયાન સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે હિમવર્ષાને કારણે ધંધો વધ્યો છે. જો સ્થિતિ આવી જ રહી તો આ વખતે પ્રવાસન ઉધોગ સાથે જોડાયેલા લોકોને તેનો વધુ ફાયદો મળશે.
ટ્રાફિક એડવાઈઝરી જારી
સિમલા પોલીસે સતત હિમવર્ષા બાદ પ્રવાસીઓના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક એડવાઈઝરી જારી કરી છે. ટ્રાફિક પોલીસે પ્રવાસીઓ અને લોકોને ટ્રાફિક એડવાઈઝરીને ગંભીરતાથી લેવાની સલાહ આપી છે. શિમલા ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, શિમલા જિલ્લાના ઉપરના વિસ્તારોમાં હિમવર્ષાના કારણે ઘણા મોટા રસ્તાઓ પર વાહનોની અવરજવર પર પ્રતિબધં લગાવી દેવામાં આવ્યો છે.
૩૦ રસ્તાઓ બંધ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે હિમવર્ષાના કારણે ૩૦ રસ્તાઓ પર ટ્રાફિક બધં છે.હિમાચલ પ્રદેશના કુફરી અને નારકંડા નજીકના પર્યટન સ્થળો અને અટલ ટનલ અને સમધોના ખારાપથર, ચૌધર અને ચંશાલ દક્ષિણ પોર્ટલના ઐંચા વિસ્તારોમાં પણ હિમવર્ષા થઈ છે. શિમલામાં આઠ સેમી હિમવર્ષા નોંધાઈ હતી. યારે કલ્પામાં સાત સેમી હિમવર્ષા થઈ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું, આલોચના વચ્ચે લેવાયો નિર્ણય
January 06, 2025 10:03 PMમોર્નિંગ વોક પર જતાં પહેલા આ 3 વસ્તુઓ તમારા ટ્રેક સૂટના ખિસ્સામાં રાખો, થશે ફાયદો
January 06, 2025 08:48 PMઅતુલ સુભાષની પત્નીને હાઈકોર્ટનો મોટો ઝટકો, FIR રદ કરવાની અરજી ફગાવી
January 06, 2025 08:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech