કાશ્મીરના ઉચ્ચ વિસ્તારોમાં તેમજ ઝોજિલા પાસમાં પણ ભારે હિમવર્ષા થઈ છે. હિમવર્ષાના કારણે સોનમર્ગમાં લઘુત્તમ તાપમાન માઈનસ ૫.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હિમવર્ષાના કારણે અનંતનાગ–કિશ્તવાડ સહિતના રસ્તાઓ વાહનોની અવરજવર માટે બધં છે. વરસાદ અને હિમવર્ષાના કારણે જમ્મુ–કાશ્મીરમાં તાપમાનનો પારો સામાન્ય કરતા ૮ ડિગ્રી નીચે આવી ગયો છે. રોડ પરથી બરફ હટાવવા માટે બીઆરઓ કર્મચારીઓ મહેનત કરી રહ્યા છે.
ગુલમર્ગમાં માઈનસ ૧.૮ ડિગ્રી સેલ્સિયસ અને પહેલગામમાં માઈનસ ૨.૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હિમવર્ષાના કારણે કિશ્તવાડ અને કાશ્મીરના પર્વતો સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. કિશ્તવાડ–સિંથાપ રોડ પર પણ આખી રાત હિમવર્ષા થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ માર્ગ પર કોઈ વાહનને જવાની મંજૂરી નથી.
છેલ્લા બે દિવસથી હિમવર્ષાના કારણે રસ્તાઓ ઉપર ડ્રાઇવરોને સાવચેતી સાથે આગળ વધવાની સલાહ આપવામાં આવી છે. જમ્મુ–શ્રીનગર નેશનલ હાઈવે ખુલ્લો છે.
કુપવાડા જિલ્લાના માછલ સેકટરમાં પણ હિમવર્ષા થઈ છે. હિમવર્ષાથી આ દૂરના વિસ્તારના કુદરતી સાૈંદર્યમાં વધારો થયો છે, જેના કારણે પ્રવાસીઓ મુલાકાત લેવા આકર્ષાઈ રહ્યા છે. અહીંના બરફથી લદાયેલા વૃક્ષો જાણે કુદરત દ્રારા કોતરવામાં આવ્યા હોય તે રીતે દેખાય છે. બરફના ભારને કારણે નીચે વળેલા પાંદડા અને ડાળીઓ સુંદર દેખાઈ રહી છે. ગુરેઝ, તુલૈલ સહિત બાંદીપોરાના ઉપરના વિસ્તારો પણ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે.
પહાડી વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાના કારણે સમગ્ર રાયનું તાપમાન સામાન્ય કરતા ત્રણથી આઠ ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. આગામી થોડા દિવસોમાં પશ્ચિમ અને ઉત્તર–પશ્ચિમ દિશામાંથી આવતા પવન વધુ મજબૂત બનશે. તેનાથી ઠંડીની તીવ્રતા વધશે. હવામાન કેન્દ્ર, શ્રીનગરના જણાવ્યા અનુસાર, ૨૪ નવેમ્બર સુધી હવામાન શુષ્ક રહેશે. આ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું હળવું દબાણ રહેશે. લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયલ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ડાયવર્ટ, તેલ અવીવ એરપોર્ટ નજીક થયો મિસાઇલ હુમલો
May 04, 2025 04:25 PMપીએમ મોદીએ વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ સાથે કરી મુલાકાત
May 04, 2025 04:00 PMરાજકોટ કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે કાર અને કચરાના ટ્રેકટર વરચે અકસ્માત...
May 04, 2025 03:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech