અત્યારે આખા દેશમાં ક્યારેક ઠંડી, ક્યારેક વરસાદ અને ક્યારેક ગરમીનો ખેલ ચાલુ રહ્યો છે, અને હવામાનમાં અચાનક ફેરફાર હજુ પણ થોડો સમય ચાલુ રહી શકે છે. ભારતીય હવામાન વિભાગે એવી શક્યતા વ્યક્ત કરી છે કે આજ રાતથી પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે જેના કારણે હવામાનમાં ઝડપી ફેરફાર શક્ય છે.
માર્ચના પહેલા અઠવાડિયામાં ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ગુલાબી ઠંડી ચાલુ રહેવ પામી છે. એવામાં હવે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તો એ ફરી એકવાર દેશના હવામાનમાં પરિવર્તન લાવી શકે છે. તેની અસરને કારણે પહાડી રાજ્યોમાં વરસાદ અને હિમવષર્િ થવાની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગ મુજબ, આજથી 7 માર્ચની રાત્રિ દરમિયાન પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વરસાદ અને હિમવષર્નિો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે. જો કે અન્ય રાજ્યોમાં હવામાન સ્વચ્છ રહેશે. ખેડૂતોને પણ મોટી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં આજથી 7 માર્ચ સુધી છૂટોછવાયો વરસાદ અથવા હિમવષર્િ થવાની સંભાવના છે. જ્યારે પૂર્વોત્તર રાજ્યો આસામ અને મેઘાલયમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ છે. આ સમયગાળા દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પૂર્વ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં કેટલાક સ્થળોએ, ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારો, પશ્ચિમ બંગાળના ગંગા કાંઠાના વિસ્તારો, ઝારખંડ, બિહારમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. તેમજ જોરદાર પવન ફૂંકાયો હતો.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે પૂર્વી મધ્ય પ્રદેશ, ઉત્તરી તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આગામી એક-બે દિવસમાં હળવો વરસાદ પડી શકે છે. આગામી ત્રણ દિવસ સુધી અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મેઘાલયના કેટલાક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે હળવો કે મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન રાયલસીમા અને કેરળમાં હવામાન ગરમ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં આ VVIP કાર નંબર પ્લેટ વગર દોડી શકે છે રસ્તા પર
April 08, 2025 04:57 PMઆગામી તા.૨૩ એપ્રિલના રોજ કાલાવડ ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
April 08, 2025 04:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech