ભાઈની બેની લાડકી... ભાઈ બહેનના સ્નેહ પર્વ રક્ષાબંધનની ભવ્ય ઉજવણી

  • August 30, 2023 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી..ભાઈ ની બેની લાડકી... ગ્રહના યોગ અને સંયોગ વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્ર કચ્છમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ રક્ષાબંધનના પર્વની ઉજવણી થઈ રહી છે. જે લોકો શુભ ચોઘડિયામાં માને છે તેઓ રાત્રે રાખડી બંધવાસે અને જે લોકો નથી માનતા તેવી બહેનોએ સવારે ભાઈ ની રક્ષા ની પ્રાર્થના સાથે વીરાના કાંડે રાખડી બાંધી હતી.
ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધનનું ખૂબ જ મહત્વ છે. આ દિવસ શ્રાવણ માસની પુનમે આવે છે તેથી તેને શ્રાવણી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં આ તહેવાર નાળિયેરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. જે દિવસે રક્ષાબંધન હોય છે તે દિવસે યજ્ઞોપવિત બદલવાનો દિવસ અને સાથે સાથે સાગર પૂજનનો દિવસ પણ મનાવવામાં આવે છે.

બહેનની તમામ પ્રકારની જવાબદારી ઉપાડવી તેને રક્ષાબંધનનો તહેવાર ખરા અર્થમાં ઉજવ્યો કહેવાય. ભાઈના રક્ષણ નીચે બહેન સમાજમાં નિર્ભયતાથી ફરી શકે છે, બહેનને ભાઈની હત્પફં અને હેત મળતું હોય છે, રાખડીના તાંતણે બહેનના હૃદયનો નિર્મળ અને નિસ્વાર્થ પ્રેમ વણાયો છે, પણ તે તાંતણો હિરનો હોય કે સુતરનો હોય પણ દોરાનું બંધન ન રહેતા તે હૃદયનું બંધન બની જાય છે. રક્ષા બાંધવી એ તો ભાઈ પ્રત્યેના સ્નેહનું પ્રતિક સમાન છે. ભાઈ પ્રત્યેની અસીમ શ્રદ્ધા અને ત્યાગમાંથી બહેનનું પ્રેમ પુષ્પ ખીલે છે. રક્ષાબંધન એ ભાઈ પ્રત્યેના નિર્માણ ભાવે સેવેલી બહેનની શુભેચ્છાઓનું પ્રતીક છે.


આજે પૂર્ણિમાના દિવસને સાગર પૂજન તરીકે પણ ઓળખવામાં આવે છે. જુના કાળમાં બીજા દેશ સાથે વ્યાપારી સંબધં હતા તે સમુદ્ર દ્રારા થતા હતા. અને નાળિયેરી પૂનમના દિવસે સમુદ્રમાં પાણી શાંત થતા વ્યાપારી ધંધાર્થે નવકાઓ લઈ સમુદ્રમાં વેપાર માટે જતા ત્યારે સમુદ્રમાં નવકા સ્થિર રહે અને પોતે વેપાર કરીને હેમખેમ પાછા ફરે એ માટે સાગર પૂજન કરવામાં આવતું હતું. જનોઈ લેવી એટલે જીવનનું લક્ષ નક્કી કરવું. જનોઈ લીધા પછી જીવનમાં નિયંત્રણ માન્ય રાખવું. આજે નિયંત્રણ વગર લયની પ્રાિ થઈ શકતી નથી. નદીને પણ બે કિનારાનું બંધન હોવાથી તે સાગર સુધી પહોંચી શકે છે, એમ વૃક્ષોને પણ ધરતી સાથે બંધન માન્ય છે, તેથી તો તેના પર ફળ–ફલ આવી શકે છે. તેથી જીવનમાં આજના દિવસે ધ્યેય સુધી પહોંચવા સખત પરિશ્રમ કરવો અને સંસ્કારની દીક્ષા લેવી પડશે તો જ આપણે લય સુધી પહોંચી શકશું. આજે બ્રાહ્મણોને પણ પોતાની જનોઈ બદલાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application