હળવદમાં તસ્કરો સક્રિય, પોલીસ નિષ્ક્રિય: વધુ એક મકાનમાં ચોરી

  • December 20, 2024 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હળવદ શહેર છેલ્લ ા થોડાક સમયથી તસ્કરોએ બાનમાં લીધું હોય તેવું લાગી રહ્યું છે છેલ્લ ા ચાર દિવસની અંદર ૧૦થી વધુ જગ્યાએ  ચોરી કરી   તસ્કરોે પોલીસને ખુલ્લ ો પડકાર ફેંકી રહ્યા તેવુ લાગી રહ્યુ છે.
હળવદ પંથકમાં ભરવાડ સમાજના અસ્થાના પ્રતિક પ અણદા બાપાની મેલડી માતાજીની ૧૦ કીલો ચાંદીની મૂર્તિ તેમજ સોના ચાંદીના દાગીના લઈ તસ્કરો ફરાર થઈ ગયા હતા જેની હજી સાહી સુકાઈ નથી ત્યાં છેલ્લ ા ચાર દિવસની અંદર ૧૦થી વધુ જગ્યાએ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે જેના કારણે લોકોમાં ફફડાટ વ્યાપી જવાબ પામ્યો છે હળવદના રાણેકપર રોડ પર આવેલ મહર્ષિ ટાઉનશીપ, સિદ્ધિવિનાયક,મહાદેવ નગર, ઉમિયા ટાઉનશીપ વિસ્તારમાં તસ્કરોએ ચોરીનો અંજામ આપ્યો હતો. તમામ ચોરીમાં તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલા જોવા મળે છે પરંતુ આજ દિન સુધી પોલીસ તેનું કાંઈ બગાડી શકી નથી, તસ્કરો ખુલ્લ ેઆમ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદના રાણેકપર રોડ પર આવેલ સિદ્ધિવિનાયક સોસાયટીમાં જયદેવગીરી ગોપાલગીરી ગોસાઈના મકાનમાં તસ્કરોએ તાળા તોડી ઘરમાં પ્રવેશી ઘરમાં રહેલા રોકડ પિયા અંદાજિત ૧૫ હજાર તેમજ દ્રાક્ષની ચાંદીની માળા નગં ૨ તેમજ અન્ય કુકર એક સહિતની સામગ્રીની ૩૦થી ૩૫ હજારની ચોરી થયાનું મકાન માલીકે જણાવ્યું હતું, જે તસ્કરો ચોરી કરવા  ત્રાટકયા હતા તે સીસીટીવી કેમેરાના ફટેજમાં કેદ થઈ ગયા હતા. ચોરી કરવા આવેલા તસ્કરો પોતાના ચોરી કરવાના હથિયારો પણ મૂકીને ભાગ્યા હતા.આજુબાજુના લોકોને જાણ થતાં પોલીસને જાણ કરતા હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
હળવદ શહેરમાં તસ્કરરાજ હોય તેવું લાગી રહ્યું છે રવીવાર ૩ મકાનમાં, સોમવારે ૬ જગ્યાએ ,અને બુધવારે ૧ મકાનમા કુલ ૧૦ જગ્યાએ  ચોરીના બનાવાથી શેહેરીજનો માં ભયનો માહોલ છવાયો છે.જેમા રાણેકપર રોડ પર આવેલ મહર્ષિ ટાઉનશિપમાં ૩ જગ્યાએ મહાદેવ નગર,વિશ્વાપાર્ક,ઉમીયા ટાઉનશિપ ૬,  સિદ્ધ વિનાયક સોસાયટીમાં ૧ મકાનમાં  ચોરીનો અંજામ આપ્યો હતો.
શહેરમાં સતત ચોરીનાં બનાવનાં પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તાત્કાલિક ધોરણે મોરબી જિલ્લ ા પોલીસ વડા દ્રારા આમાં કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનોની માગણી ઉઠવા પામી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application