રાજકોટમાં સ્મૃતિ મંધાનાએ મહિલા વન-ડે ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો, જાણો કેટલા બોલમાં ફાસ્ટેટ સદી ફટકારી

  • January 15, 2025 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય મહિલા ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાએ આયર્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં ઇતિહાસ રચ્યો છે. રાજકોટમાં રમાઈ રહેલી ત્રીજી વન-ડે મેચમાં સ્મૃતિ મંધાનાએ 70 બોલમાં સદી ફટકારી હતી. આ સદી સાથે તેણે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. સ્મૃતિ મંધાના વન-ડેમાં સદી ફટકારનારી સૌથી ઝડપી ભારતીય મહિલા બેટ્સમેન બની છે. સાથે જ ભારતીય મહિલા ટીમે આયર્લેન્ડ સામે ૪૩૫ રન ફટકાર્યા છે. અગાઉ આયર્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડે ૪૯૧ રન કર્યા હતા. આ વન-ડેમાં ચોથો હાઈએસ્ટ સ્કોર છે.


હરમનપ્રીત કૌરનો ઓલટાઇમ રેકોર્ડ તોડ્યો
રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી આયર્લેન્ડ સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં સ્મૃતિએ 70 બોલમાં પોતાની 10મી વનડે સદી પૂરી કરી હતી. આ દરમિયાન, તેણીએ હરમનપ્રીત કૌરનો ઓલટાઇમ રેકોર્ડ તોડ્યો છે, જેણે ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા સામે 87 બોલમાં સદી ફટકારી હતી.




મંધાનાએ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો
ભારતીય ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાએ પ્રતિકા રાવલ સાથે મળીને શાનદાર શરૂઆત કરી હતી. બંને વચ્ચે પહેલી વિકેટ માટે 233 રનની રેકોર્ડ ભાગીદારી થઈ હતી. મંધાનાએ મેદાન પર પોતાના બેટથી ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. તેણે 70 બોલમાં તોફાની સદી ફટકારીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે.


39 બોલમાં પોતાની અડધી સદી પૂરી 
તેણે માત્ર 39 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને પછીના 50 રન માત્ર 31 બોલમાં પૂરા કર્યા. તેના સાથી રાવલ પણ શાનદાર ફોર્મમાં હતી અને સમગ્ર ઇનિંગ દરમિયાન સ્મૃતિ મંધાના પર કોઈ દબાણ નહોતું. આ ઉપરાંત, ભારતીય ઓપનરોના આક્રમણ સામે આઇરિશ બોલરો પણ સંપૂર્ણપણે લાચાર દેખાતા હતા અને સ્મૃતિએ 24મી ઓવરમાં પોતાની 10મી ODI સદી પૂરી કરી હતી. મંધાના વન-ડેમાં 10 સદી ફટકારનારી પ્રથમ એશિયન મહિલા બેટ્સમેન બની છે.​​​​​​​


ભારત માટે મહિલા વન-ડેમાં સૌથી ઝડપી 100 રન

  • સ્મૃતિ મંધાના- 70 બોલ, ભારત વિરુદ્ધ આયર્લેન્ડ (2025)
  • હરમનપ્રીત કૌર- 87 બોલ, ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (2024)
  • હરમનપ્રીત કૌર- 90 બોલ, ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (2017)
  • જેમીમાહ રોડ્રિગ્સ- 90 બોલ, ભારત વિરુદ્ધ આયર્લેન્ડ (2025)


મહિલા ODIમાં સૌથી વધુ સદી

  • 15 સદી- મેગ લેનિંગ
  • 13 સદી - સુઝી બેટ્સ
  • 10 સદી - ટેમી બ્યુમોન્ટ
  • 10 સદી - સ્મૃતિ મંધાના
  • 9 સદી - ચમારી અથાપથુ
  • 9 સદી - ચાર્લોટ એડવર્ડ્સ
  • 9 સદી - નેટ સાયવર-બ્રન્ટ


સ્મૃતિ મંધાનાએ આજે ​​અનેક રેકોર્ડ બનાવ્યા

  • ભારતીય મહિલા ટીમ દ્વારા સૌથી ઝડપી વનડે સદી
  • ભારતીય મહિલા ટીમ દ્વારા એક વન-ડે ઇનિંગ્સમાં સંયુક્ત રીતે સૌથી વધુ છગ્ગા ફટકારનારા ખેલાડીઓ
  • WODIમાં ભારત માટે સૌથી વધુ છગ્ગા
  • 10 વનડે સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા
  • ભારતની મહિલાઓ માટે એક ઇનિંગમાં શ્રેષ્ઠ સ્ટ્રાઇક રેટ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application