લઘુત્તમ અને મહત્તમ તાપમાનના પ્રમાણમાં વધારાનો સીલસીલો ગઈકાલથી શ થઈ ગયો છે અને આજે પણ સરેરાશ એક થી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઐંચકાયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ચાર પાંચ દિવસમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન ત્રણથી ચાર ડિગ્રી જેટલું વધશે.
આજે રાજકોટમાં ૯૨ પોરબંદરમાં ૯૬ દ્રારકામાં ૯૧ અને ભુજમાં ૯૪% ભેજ સવારે જોવા મળ્યો હતો અને તેના કારણે ધુમ્મસ સર્જાયું હતું. રાયના અન્ય વિસ્તારોમાં પણ વધતાં ઓછા પ્રમાણમાં ધુમ્મસ અનુભવાયું હતું. સવારે ઝાકળ ભીના અને ધુમ્મસભર્યા વાતાવરણને કારણે રાહત હતી. પરંતુ સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ ઉનાળાની જેવી ગરમી શ થઈ છે. વડોદરા સુરત વલસાડ ભુજ રાજકોટ પોરબંદર વેરાવળ દીવ અને મહત્પવામાં આજે મહત્તમ તાપમાન નો પારો ૩૦થી ૩૨.૬ ડિગ્રીએ પહોંચી ગયો છે. સમગ્ર રાયમાં સૌથી ઐંચું તાપમાન વલસાડમાં ૩૨.૬ ડિગ્રી નોંધાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ અને લઘુતમ તાપમાન એકાએક વધી ગયું છે સુરતમાં ૩૦.૮ ભુજમાં ૩૦.૪ પોરબંદરમાં ૩૦.૬ વેરાવળમાં ૩૧.૬ દીવમાં ૩૦.૫ અને મહત્પવામાં ૩૧.૪ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
લઘુતમ તાપમાનમાં પણ દરિયાકાંઠાના વિસ્તારો વધુ ગરમ રહ્યા છે. સમગ્ર રાયમાં સૌથી ઐંચું લઘુતમ તાપમાન આજે દ્રારકા અને ઓખામાં ૨૧.૧ અને ૨૧.૨ ડિગ્રી નોંધાયું છે. પોરબંદરમાં ૧૫.૯ વેરાવળમાં ૧૮.૭ ભુજમાં ૧૭.૪ નલિયામાં ૧૫.૨ ભાવનગરમાં ૧૭.૨ અને રાજકોટમાં ૧૭.૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન આજે રહ્યું છે. હવામાનના જાણકારોના કહેવા મુજબ આગામી ચાર–પાંચ દિવસ સુધી વાતાવરણમાં ખાસ કોઈ ફેરફાર નહીં થાય અને ગરમી વધતી જશે. પરંતુ ત્યાર પછી એક જ સાહમાં ઉપરા ઉપરી ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન સર્જાનાર છે અને તેની અસરના કારણે નોર્થ –વેસ્ટ ઇન્ડિયાના અનેક રાયોમાં વાતાવરણને ફરી અસર થવાની શકયતા છે. સૌથી પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ ત્રણ ફેબ્રુઆરીએ અસર કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech