દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા.25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે એઇમ્સ, સ્માર્ટ સિટીના અટલ સરોવર અને જનાના હોસ્પિટલના લોકાર્પણ માટે રાજકોટ આવી રહ્યા છે ત્યારે આજરોજ રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે રાજ્યના મુખ્ય સચિવની વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં વિવિધ વિભાગોના વડાઓ સાથે આયોજન અને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં જિલ્લા કલેકટર પ્રભવ જોષી તેમજ રાજકોટ મહાનગરપાલિકામાંથી મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કમ સ્માર્ટ સિટી પ્રોજેક્ટના સીઇઓ ચેતન નંદાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન એવી ચચર્િ છે કે રાજકોટ મહાનગરપાલિકાનો સ્માર્ટ સિટી પ્રોજેક્ટ તેમજ અટલ સરોવર પ્રોજેક્ટ હજુ પૂર્ણ થયો ન હોય પીએમના હસ્તે થનાર લોકાર્પણમાં કદાચ આ પ્રોજેક્ટ પડતો મુકવામાં આવે તેવી શક્યતા છે.
દરમિયાન અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ અટલ સરોવરમાં પણ હજુ થોડું કામ બાકી રહે છે તદઉપરાંત જ્યારે પીએમના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર હોય ત્યારે સરોવર પાણીથી ભરેલું હોય તે પણ જરૂરી છે, આથી આટલા ટૂંકા સમયગાળામાં આવું વિશાળ સરોવર કઈ રીતે ભરવું તે સહિતની બાબતો પણ વિચારધિન છે. અટલ સરોવર એ સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો માત્ર એક હિસ્સો છે સમગ્ર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ ખૂબ મોટો છે અને હજુ પૂર્ણ થયો નથી આથી પીએમના હસ્તે લોકાર્પણ કરવાનું હોય હવે કેટલી ઝડપથી કામ પૂર્ણ થઈ શકે તેના ઉપર બધો આધાર રહે છે. જોકે આ પ્રોજેક્ટ પડતો મુકાઈ તેવી શક્યતા હોવાની ચચર્િ વચ્ચે આ અંગે મહાપાલિકાના અધિકારીઓ
અને ઇજનેરોનો સંપર્ક સાધતા તેમણે આવો કોઈ મુદ્દો ઉપસ્થિત થયો હોવાનું તેમના ધ્યાનમાં નહીં હોવાનું જણાવ્યું હતું તેમજ વીડિયો કોન્ફરન્સમાં પણ આ મામલે કોઈ ચચર્િ થઈ નહીં હોવાનું ઉમેર્યું હતું. આમ છતાં આજે સવારથી મહાપાલિકા તંત્ર અને જિલ્લા કલેકટર તંત્રમાં એવી ચચર્િ જોવા મળી હતી કે કદાચ સ્માર્ટ સિટી અને અટલ સરોવરના પ્રોજેક્ટનું લોકાર્પણ પડતું મૂકવામાં આવે તેવી શક્યતા નકારી શકાય નહીં. બીજી બાજુ મહાનગરપાલિકાના ઇજનેરો આ પ્રોજેક્ટના લોકાર્પણ માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. જ્યારે આ મામલે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સત્તાવાર રીતે કંઈ કહેવા કે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.
જ્યારે આજની રાજ્યના મુખ્ય સચિવ ન વિડીયો કોન્ફરન્સમાં અમદાવાદ મહેસાણા વાપી દ્વારકા અને રાજકોટ સહિતના તમામ જિલ્લાના કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા અને તેમના શહેરોમાં યોજાનાર કાર્યક્રમોની વિગતવાર ચર્ચા કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech