સૌરમંડળની બહાર ૩૦ લાખ વર્ષ જૂનો સૌથી નાનો ગ્રહ મળ્યો

  • November 22, 2024 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપણા સૌરમંડળની બહાર અત્યાર સુધીનો સૌથી નાનો ગ્રહ મળ્યો છે. તે માત્ર ૩૦ લાખ વર્ષ જૂનો છે. વૈજ્ઞાનિકોએ આ શિશુ ગ્રહનું નામ આઈઆરએએસ૦૪૧૨૫૨૯૦૨ બી રાખ્યું છે. આ ગ્રહ પૃથ્વીથી ૪૩૦ પ્રકાશવર્ષ દૂર, મોલેકયુલર વાદળોમાં તારાઓની નર્સરી પાસે અસ્તિત્વ ધરાવે છે.
યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાના મેડિસન જી. બાર્બરની આગેવાની હેઠળના ગ્રહો પરના સંશોધનમાં શિશુ ગ્રહનો ખુલાસો થયો છે. બાર્બરે કહ્યું કે આવો શિશુ ગ્રહ મળવો એ અપવાદપે દુર્લભ છે. આ એટલા માટે છે કારણ કે તેઓ ઘણીવાર ધૂળવાળા વાદળો વચ્ચે સ્થિત તારાઓના કલસ્ટરોની આસપાસ ફરે છે.
જો કે આ ગ્રહનું બહારનું પડ થોડું રફ લાગે છે. એવું લાગે છે કે તે કોઈ મોટા ગ્રહ સાથે અથડાયું હશે. યારે નાસાના ટ્રાન્ઝિટીંગ એકસોપ્લેનેટ સર્વે સેટેલાઇટ (ટીઈએસએસ)ની મદદથી શોધાયેલ શિશુ ગ્રહ તેના યજમાન તારાની સામેથી પસાર થાય છે, ત્યારે તેનો પ્રકાશ ઓછો થવા લાગે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application