દ્વારકામાં જુગાર રમતા ચાર મહિલાઓ સહિત છ ઝબ્બે

  • November 28, 2023 01:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અંબુજાનગરમાં પોલીસ પ્રગટી : ૫૨ હજારની મત્તા જપ્ત

દ્વારકામાં આવેલા અંબુજાનગર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં રહેતા આશાબેન પ્રકાશભાઈ કાંતિલાલ ચંદારાણા નામના ત્રીસ વર્ષના મહિલાના રહેણાંક મકાનમાં પોલીસે ગત સાંજે જુગાર દરોડો પાડી, ગંજી પત્તા વડે તીન પત્તી નામનો જુગાર રમી રહેલા આશાબેન ચંદારાણા સાથે પુરીબેન ઉર્ફે જુલી ગગાભા બઠીયા, મંજુબેન પ્રતાપભાઈ તાવડી, હિરબાઈ લઘુભા સુમણીયા, પ્રવીણ અરજણ પરમાર અને વિરલ જમનાદાસ થોભાણી નામના છ લોકોને ઝડપી લઈ, રૂપિયા ૫૨,૪૦૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.
***
જામનગરમાં એકી-બેકીનો જુગાર રમતી ત્રિપુટી સકંજામાં: ખોજાનાકે પોલીસ ત્રાટકી : રોકડ કબ્જે લેવાઇ
જામનગરના ખોજા નાકે ચોકમાં આવેલા રીક્ષા સ્ટેન્ડ પાસે જાહેરમાં ચલણી નોટના નંબર પર એકી-બેકીનો જુગાર રમતા ૩ શખ્સોને રોકડ સાથે દબોચી લેવાયા હતા.
જામનગરના ખોજાનાકા વિસ્તારમાં રીક્ષા સ્ટેન્ડ પાસે કેટલાક શખ્સો એકી બેકીના આંકડાનો જુગાર રમે છે તેવી હકીકત આધારે ખંભાળીયા ગેઇટ ચોકી પોલીસે દરોડો પાડીને ચલણી નોટના નંબર પર એકી બેકીનો જુગાર રમતા ભાનુશાળી વાડ, શેરી નં. ૫ ખાતે રહેતા પ્રવિણ ગોરધન કનખરા, લાલખાણના કાસીદ મહમદરફીક બ્લોચ અને ખોજાવાડ લીમડાફળીમાં રહેતા શબીર રહીમ બ્લોચ નામના ૩ ઇસમને રોકડા ૨૪૮૦ સાથે પકડી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application