સીદસર ગામે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

  • February 28, 2024 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરના સીદસર ગામેથી જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને વરતેજ પોલીસે રોકડ રકમ મોબાઈલ બાઈક સહિત રૂપિયા ત્રણ લાખ દસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

 આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર વરતેજ પોલીસ મથકની ટીમ પોતાના પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ભાવનગર શહેર નજીક આવેલા સીદસર ગામે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. જે બાતમીના આધારે સીદસર ગામે ભાવનગર રોડ પર આવેલા રખાદાદાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં જુગારની બાજુ માંડીને બેઠેલા છ શખ્સો ઝડપાયા હતા. વરતેજ પોલીસે રેડ કરી કાળુભાઇ શીલુભાઈ ચારોલીયા, મેરૂભાઈ ભીખુભાઈ પરમાર, શંકરભાઈ મનાભાઈ ચારોલીયા, રાજુભાઈ ભીખુભાઈ પરમાર, મનસુખભાઈ મંગાભાઈ વાઘેલા, મંગાભાઈ બદુંડભાઈ વાઘેલા નામના છ શખ્સોને રોકડ રકમ રૂપિયા ૨,૦૧,૨૦૦ તેમજ પાંચ મોબાઇલ, ત્રણ બાઈક મળી કુલ રૂપિયા ૩,૧૬,૨૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. અને તમામ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી વરતેજ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application