તળાજાના ખારડી ગામે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

  • May 16, 2025 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 તળાજા તાલુકાના દાઠા પોલીસ તાબેના ખારડી ગામે બગડી નદીના કાંઠે બાવળની કાંટમાં જુગાર રમી રહેલા છ શખ્સોને ઝડપી લઈ તમામ પાસેથી રૂપિયા ૬૬, ૧૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દાઠા પોલીસ સ્ટેશનના પી આઈ સી. એસ .મકવાણા ના માર્ગદર્શન હેઠળ દાઠા પોલીસની  ટીમ પેટ્રોલિંગમાં હતી તેદરમ્યાન  ચોક્કસ હકિકત મળેલ કે તળાજાના ખારડી ગામે વાડીવિસ્તાર માં બગડ નદીના કાઠે બાવળની કાટમા અમુક શખ્સો જુગાર રમી રહ્યા છે.
મળેલી હકીકતના આધારે  ટીમ ના એ એસ આઈ હેમરાજ ભાઈ મનુભાઈ , પોલીસ સ્ટાફના ગંભીર ભાઈ શંભુ ભાઈ, હરેશભાઇ મેરા ભાઈ, હિતેશભાઇ દડુ ભાઈ સહિત ટીમે રેઈડ પાડી  ખાટુ માસુરભાઈ ભમ્મર(રખારડી), મસરી કાળુભાઈ ભંમર (ખારડી), વિનુ બાલાભાઇ મકવાણા (ગુંદરણા), રાજુ ઘુસાભાઈ મકવાણા (ગુંદરણા), અનિલ જેસાભાઈ બોરીચા (કુંભારીયા)તેમજ  રઘુ પથુ ભાઈ રાઠોડ (પસવી) ને રોકડ રકમ સહિત  કુલ ૬૬.,૧૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application