મોરકંડા ધારમાં પાના ટીંચતી ચાર મહિલા સહિત છની અટકાયત

  • May 31, 2024 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધુંવાવમાં તિનપત્તી ખેલતી ત્રિપુટી ઝબ્બે : પાણાખાણમાં પાંચ પત્તાપ્રેમી પકડાયા


જામનગર નજીક મોરકંડા ધાર વિસ્તારમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ચાર મહિલા સહિત 6 ની રોકડ સાથે અટકાયત કરવામાં આવી હતી જયારે ધુંવાવ વિસ્તારમાં પાના ટીંચતા 3 શખ્સો પોલીસની ઝપટમાં આવ્યા હતા. જયારે શહેરના ગરીબનગર પાણાખાણ વિસ્તારમાં પાના ટીંચતા પાંચ પોલીસની પકકડમાં આવ્યા હતા, 16 હજારની રોકડ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.



જામનગર તાબેના મોરકંડા ધાર સ્કુલ પાછળની ખુલ્લી જગ્યામાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા મોરકંડા ગામના રાજેશ ભોજા નકુમ, મોરકંડા ધાર ખાતે રહેતા રાજેશ રમેશ વિરમગામા, ભાવનાબેન ડાયા સોલંકી, મુનીબેન ડાયા સોલંકી, ચંદ્રીકાબેન વિજય વિરમગામા અને સવિતાબેન રમેશ વિરમગામાની અટકાયત કરી હતી. પંચકોશી-બી પોલીસે દરોડા દરમ્યાન ગંજીપતા અને 4800ની રોકડ કબ્જે લઇ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.



બીજા દરોડામાં ધુંવાવ હાઉસીંગ બોર્ડ ખાતેના ચોકમાં લાઇટના અંજવાળે ગંજીપતા વડે જુગાર રમતા ધુંવાવના મહેબુબ અજીતશા શાહમદાર, શબીર અબ્બાસ રફાઇ અને હાપાના છાપરા વિસ્તારમાં રહેતા રમેશ સુરેશ ગોહિલ નામના 3 ઇસમને પંચકોશી-એ પોલીસે દરોડા દરમ્યાન રોકડા 2470 અને ગંજીફા સાથે દબોચી લીધા હતા.



ત્રીજા દરોડામાં જામનગરના ગરીબનગર પાણાખાણ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે તિનપતીનો જુગાર રમતા ગરીબનગરના જાફર ઇબ્રાહીમ બુખેરા, સલીમ કરીમ જેડા મિયાણા, રઝાક સીદીક બુખેરા, એલીયાસ ઉમર જામ અને બેડીના અકરમ જુનેશ માણેક નામના શખ્સોને સીટી-બી પોલીસે રોકડા 16300 અને સાહિત્ય સાથે ઝડપી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application