ગોસાબારા નજીક બાવળની કાટમાં જુગાર રમતા છ જુગારી ઝડપાયા

  • September 17, 2024 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના ગોસાબારા ગામ પાસે જુના પુલ નજીક બાવળની કાટમાં જુગાર રમતા છ જુગારીઓને પોલીસે પકડી લીધા હતા.પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગોસાબારા ગામના જુના પુલ પાસે બાવળની કાટમાં જુગાર રમી રહેલા અને પોરબંદરની જિલ્લા કલેકટરની ઓફિસ પાછળ બ્રાહ્મણ સોસાયટીની પહેલી ગલીમાં રહેતા રામ રાજુ બાપોદરા ઉપરાંત નવાગામ વાડી વિસ્તારથી ભડ જતા રસ્તે રહેતા સુકા ભકન ઓડેદરા,ઓડદરના મહાજન વિસ્તારમાં રહેતા ભરત ગીગા આંત્રોલીયા,  ગોસાબારાની પ્રાથમિક શાળા પાસે રહેતા સરમણ ભીખા ઓડેદરા, ઓડદરની સીમમાં રામખડા વિસ્તારમાં રહેતા માલદે સવદાસ ઓડેદરા અને ગોસાના વણકરવાસમાં રહેતા પરબત હાજા શીંગરખીયાને ૩૯,૭૦૦ ની રોકડ અને ગંજીપત્તાના બાવન પાના સાથે પકડી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application