મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં તળાવીયા શનાળા જવાના રસ્તે આરોપી કલ્પેશભાઈ ડાયાભાઇ કારાવડીયા ના કબ્જા ભોગવટા વાળા રાધે પ્લાસ્ટિક કારખાનાની ઓફિસમાં તીનપત્તીનો જુગાર રમતા ૦૬ ઇસમોને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં તળાવીયા શનાળા જવાના રસ્તે આરોપી કલ્પેશભાઈ ડાયાભાઇ કારાવડીયા ના કબ્જા ભોગવટા વાળા રાધે પ્લાસ્ટિક કારખાનાની ઓફિસમાં તીનપત્તીનો જુગાર રમતા ૦૬ ઇસમો કલ્પેશ ડાયાભાઇ કારાવડીયા (ઉવ–૩૮) હાલ રહે.મોરબી નાની કેનાલ રોડ, અવધ–૨ નવા બસસ્ટેન્ડ પાસે, મોરબી મુળ રહે.હરીપર (કે) તા.જી.મોરબી, જીતેન્દ્ર અંબારામભાઇ ફેફર (ઉવ–૪૨) રહે.મહેન્દ્રનગર ક્રાંતિજયોત સી–૧, બ્લોક નંબર–૬૦૨ તા.જી.મોરબી, સંજય રામજીભાઇ કાસુન્દ્રા (ઉવ–૪૦) રહે. મોરબી રવાપર રોડ, ઉમીયા નગર સોસાયટી, રામકૃપા એપાર્ટમેન્ટ, બીજો માળ, બ્લોક નં.૨૦૩, મનસુખ ત્રિભોવનભાઇ દેત્રોજા (ઉવ–૫૦) રહે. મહેન્દ્રનગર પ્રભુકૃપા ટાઉનશીપ બ્લોક નંબર.બી–૧, તા.જી.મોરબી મુળ રહે.જુના ધનશ્યામગઢ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર, અમીતકુમાર દિપકભાઇ ગઢીયા (ઉવ–૨૬) રહે.જુના ધાટીલા તા.માળીયા મિંયાણા, ગોપાલ વાલજીભાઇ પરમાર (ઉવ–૩૯ રહે. જુની પીપળી તા.જી. મોરબીવાળાને રોકડ રકમ . ૬,૧૯,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમાંમ આરોપીઓ વિદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ત્રાજપર ખારીમા જુગાર રમતા ચાર ઝડપાયા
મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારીમા સરકારી સ્કૂલની સામે ગ્રાઉન્ડમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારીમા સરકારી સ્કૂલની સામે ગ્રાઉન્ડમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો સુનિલ દેવસીભાઇ સુરેલા (ઉ.વ.૨૮) રહે. ત્રાજપર ખારી પંચની માતાની પાછળ મોરબી, કરણભાઇ નથુભાઇ સાલાણી (ઉ.વ.૨૨) રહે. વાણીયા સોસાયટી શોભેશ્વર રોડ મોરબી, સુનીલ ગોરધનભાઇ સુરેલ (ઉ.વ.૨૧) રહે, રામદેવપીરના મંદિર પાસે ત્રાજપર ખારી મોરબી, અજય નથુભાઇ સાલાણી ઉ.વ.૩૩ રહે. ખોડિયાર માતાજીના મંદિર પાસે ઇન્દિરાનગર મોરબીવાળાને રોકડ રકમ .૧૨,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: નિવૃત પ્રોફેસરને શેરબજારમાં રોકાણની લાલાચ આપી 50 લાખની છેતરપિંડી કરનાર શખ્સ ઈન્દોરથી ઝડપાયો
January 20, 2025 02:12 PMજામનગર જિલ્લા પંચાયત ખાતે ૨૬૩.૦૮ લાખની પુરાંત સાથેનું બજેટ રજુ, વિપક્ષે વખોડી કાઢ્યું
January 20, 2025 02:10 PMખંભાળિયા: હૃદયરોગના હુમલાએ વિપ્ર યુવાનનો ભોગ લીધો
January 20, 2025 01:28 PMખંભાળિયા ઘરેલુ હિંસાથી રક્ષણના કેસમાં અરજદારની અરજી નામંજૂર
January 20, 2025 01:26 PMખંભાળિયામાં પાણી વિતરણના સંપ તેમજ ફિલ્ટર પ્લાન્ટની સધન સાફ-સફાઈ કરાઈ
January 20, 2025 01:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech