રેલનગરમાં સરાજાહેર વાહનોમાં તોફડોડ કરનાર છ આરોપી ઝડપાયા: એકની શોધ

  • October 02, 2023 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના રેલનગરમાં રાત્રીના હથીયારો સાથે નિકળેલી ટોળકીએ સરાજાહેર આંતક મચાવી વાહનોમાં બેફામ તોડફોડ કરી હતી તે અંગેનો વિડીયો વાઇરલ થયો હતો.બીજી તરફ આ બનાવને લઇ પ્ર.નગર પોલીસ મથકમાં રેલનગર પાસે સુભાષચદ્રં ટાઉનશીપમાં રહેતા દાળ પકવાનના ધંધાર્થી દ્રારા સાત શખસો સામે લાકડી અને ધારીયા વડે બુલેટ,રિક્ષા અને એકિટવામાં તોડફોડ કર્યા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ૬ અરોપીઓને ઝડપી લીધા હતાં.જયારે એક આરોપીને ઝડપી લેવા શોધખોળ યથાવત રાખી છે.\બનાવની જાણવા મળતી વિગતો મુજબ,રેલનગરમાં સુભાષચદ્રં બોઝ ટાઉનશીપમાં રહેતા અને દાળ પકવાનનો ધંધો કરતા રમીજભાઈ જમાલભાઈ કુરેશી(ઉ.વ ૩૦)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રેલનગરમાં રહેતા વિશાલ કાળુભાઈ ગોલતર,વિપુલ બાબુભાઈ ગમારા,દેવા મરછાભાઈ ગોલતર,રમેશ વ,અનીલ દારોદરા,રાહીત કાળુભાઈ ભરવાડ,આકાશ ભરવાડ સહીતનાઓના નામો આપ્યા હતા.


ફરીયાદમાં જણાવ્યુ હતુ,કે શનીવારે રાત્રીના તેના ઘર પાસે ઈદ–એ મિલાદનુ ડેકોરેશન કયુ હોય તેની લાઈટો ઉતારવાનુ કામ કરી રાત્રે ચા પીવા ગયા હતા અને તેની પત્નિએ ફોન કરી વાત કરી હતી કે અજાણ્યા શખસોએ આવી વાહનોમાં તોડફોડ કરી છે જેથી તે ઘર પાસે આવ્યા હતા લોકો એકઠા થઈ ગયા હોય તપાસ કરતા વિશાલ ભરવાડ સહિતાનાએ આ તોડફોડ કરી હોવાની માલુમ પડયું હતું.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, સોસાયટીમાં રહેતા રજાક મહેબુબભાઇ ભાડુલાને આ વિશાલ ભરવાડ સાથે આગાઉ બાઇક સામસામે આવી જવા બાબતે ઝઘડો થયો હતો.જેમાં સમાધાન પણ થઇ ગયું હતું તે બાબતનો ખાર રાખી તે સહીતના સાત શખસોએ આવી તેના બુલેટ,રિક્ષા અને એક એકટીવામાં તોડફોડ કરી નુકશાન કર્યાનુ કયુ હતું.આ અંગે પ્ર.નગર પોલીસે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ બી.કે.ગોહિલ તથા ટીમે તપાસ હાથ ધરી સાત આરોપીઓ પૈકી છને ઝડપી લીધા હતાં.જયારે આરોપી રમેશ વ હાથ ન લાગ્યો હોય તેની ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application