સુરેશભાઇ જાદવ, ઉ.વ.૨૨ રહે.ઉમરેઠીવાળા પોતાની એકટીવા મોપેડ લઇ તાલાળા તરફ જતા હોય ત્યારે કોઇ અજાણ્યા વાહન ચાલકે આ સુરેશને મોપેડ સાથે હડફેટે લઇ ગંભીર ઇજા કરી મોત નિપજાવેલ જે બાબતે તાલાલા પો.સ્ટે. ખાતે કલમ૧૦૬(૧), ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એકટની કલમ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબનો અનડીટેકટ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ.
જે અનુસંધાને જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેષ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષકમ નોહરસિંહ એન.જાડેજાનાઓએ આઅનડીટેકટ રહેલ ફૈટલના ગુનાની ઉંડાણપુર્વક તપાસ કરવા જણાવેલ હોય.જેથી એલસીબીના ઇ.ચા. પો.ઇન્સ. એ.બી.જાડેજા તથા તાલાલા પો.ઇન્સ. જે.એન.ગઢવીના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા એલ.સી.બી. સ્ટાફ તથા તાલાલા પો.સ્ટે.નો સ્ટાફ દ્રારા ગુનાની તપાસ દરમ્યાન અકસ્માત કરનાર વાહન તથા વાહન ચાલક બાબતે સીસીટીવી કેમેરા,ટેકનીકલ સોર્સીસ તેમજ હ્યુમન સોર્સીસથી તપાસ કરતા અકસ્માત કરનાર વાહન બોલેરો પીકઅપ રજી ન.ં જીજે–૧૧–ટીટી–૯૬૬૧ ના ચાલક કીશોર ઉર્ફે કિશલો દેવજીભાઈ વાઘેલા,રહે. ઉમરેઠી તથા ધણેજ, તા.તાલાળા, જિ.ગીર સોમનાથ વાળાનો સગીર પુત્ર હોવાનું જણાતા તેની પુછપરછ કરતા તેણે જણાવેલ કે, મરણ જનાર સુરેશ બાલુભાઇ જાદવ રહે.ઉમરેઠી વાળાને તેની બહેન સાથે સંબધં હોય અને અગાઉ ગુનો દાખલ કરાવેલ હતો અને તેના લ થઇ ગયા બાદ પણ તેની બહેન સાથે સંબધં રાખવા દબાણ કરી હેરાન કરતો હોયઅનેપીછો મુકતો ન હોય અને આરક્ષાબંધનમાં તેની બહેન ઉમરેઠી આવેલ ત્યારે આ સુરેશ હજુ તેમને હેરાન કરતો હોવાની વાત કરેલ આ સગીરે સુરેશને મારી નાખવાનું નક્કી કરી તેના ગામ ધણેજના તેના સગીર મિત્રને આ કામમાં મદદ કરવા કહેતા તેણે હા પાડેલ અને તેની મિત્ર બીનાબેન રામસીંગભાઇ દાહીમા રહે.ડોળાશા, તા.કોડીનાર, હાલ રહે રાજકોટ, વાળીને સુરેશને મારી નાખવામાં મદદ કરવાનું કહેતા તેણે પણ હા પાડતા આ ત્રણેયએ સુરેશને મારી નાંખવાનો પ્લાન કરેલ. સુરેશને ફોનથી તાલાળા મળવા બોલાવેલ અને તેનાસગીર મિત્રએ મોટર સાયકલ લઇ સુરેશની રેકી કરેલ અને સુરેશ ઉમરેઠી પાટીયાથી પોતાની એકટીવા લઇ તાલાળા તરફ જતો હતો દરમ્યાન પોતે તથા તેના સગીર મિત્ર તથામિત્રબીનાબેન ત્રણેય ફોનથી તથા વોટસએપથી એકબીજાનાસંપર્કમાં રહી સુરેશનું લોકેશન આપી સુરેશનો બોલેરો પીકઅપ તથા મો.સા. લઇ પીછોકરીસુરેશને ઘુસીયાથી આગળ તાલાળા તરફ દરગાહ પાસે સુરેશની એકટીવા ઉપર પાછળથીબોલેરો પીકઅપ ચડાવી દઇસુરેશને કચડી મારી નાખી બોલેરો તાલાળા પાસે પેટ્રોલપપં પાછળ ખાંચામાં મુકી આ ત્રણેય પોત પોતાની રીતે અલગ અલગ નાસી ગયેલ હતા.પકડેલ ઇસમોમાં બીના દાહીમા રહે.ડોળાશા, તા.કોડીનાર, હાલ રહે રાજકોટ તથા બાળ કિશોર અને કબ્જે કરેલ મુદામાલ બોલેરો પીકઅપ, મોબાઇલ ફોન નગં ૦૩ સાથે ધરપકડ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech