‘મિસ બોડી બ્યુટીફુલ’નો ખિતાબ જીતી લીધો, 9મી માર્ચે જિયો મુંબઈ કન્વેન્શનમાં ફિનાલે
આ વખતે ભારતમાં મિસ વર્લ્ડ 2024 સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની ફાઈનલ મુંબઈમાં યોજાવાની છે. મિસ વર્લ્ડ 2024માં વિવિધ દેશોમાંથી 120 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે અને મિસ સિની શેટ્ટી ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. સિની શેટ્ટીએ 'મિસ બોડી બ્યુટીફુલ'નો ખિતાબ જીતી લીધો છે.
આ વખતે 71મી મિસ વર્લ્ડ પેજન્ટ સ્પર્ધાનો 9મી માર્ચે જિયો મુંબઈ કન્વેન્શનમાં ફિનાલે યોજાશે. સિની શેટ્ટી મિસ વર્લ્ડ 2024માં ભારત તરફથી ભાગ લઈ રહી છે. 21 વર્ષની ઉંમરે તે 2022માં ફેમિના મિસ ઈન્ડિયાની વિજેતા બની હતી. (મિસ વર્લ્ડમાં ભાગ લેવા માટે મિસ ઈન્ડિયા જીતવી જરૂરી છે.) આ સિવાય સિની શેટ્ટીએ ઘણા ખિતાબ પોતાના નામે કર્યા છે. સિની શેટ્ટી મોડલિંગ કરે છે અને સોશિયલ મીડિયા પર તેની લાંબી ફેન ફોલોઈંગ પણ છે.
ભારતની સિની શેટ્ટી 2024ની મિસ વર્લ્ડ સ્પર્ધામાં 120 સ્પર્ધકો સાથે સ્પર્ધા કરતી જોવા મળશે. તે ઇન્સ્ટા પર તેના સ્ટાઇલિશ અને ખૂબસૂરત લુક્સ શેર કરતી રહે છે. અત્યારે ચાલો તેના વિશે કેટલીક વાતો જાણીએ.
સાઉથ ઈન્ડિયન બ્યુટી છે સિની શેટ્ટી
સિની શેટ્ટી સાઉથ ઈન્ડિયન બ્યુટી છે. વાસ્તવમાં સિની શેટ્ટી મૂળ કર્ણાટકની છે, પરંતુ તેનો જન્મ મહારાષ્ટ્રના મુંબઈમાં થયો છે અને તેણે તેનું શિક્ષણ પણ મુંબઈમાં જ મેળવ્યું હતું. સિની શેટ્ટીના પિતા સિની શેટ્ટી બ્યુટી વિથ બ્રેઈન છે, તે મોડલિંગની સાથે-સાથે અભ્યાસમાં પણ આગળ છે.
એકાઉન્ટિંગ અને ફાઈનાન્સમાં બેચલર ડિગ્રી
22 વર્ષની મોડલ અને ફેમિના મિસ ઈન્ડિયા ટ્રોફી ધારક સિની શેટ્ટીએ એકાઉન્ટિંગ અને ફાયનાન્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. સિની શેટ્ટીને નાનપણથી જ ડાન્સ કરવાનો શોખ છે. તે એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ ડાન્સર પણ છે. સિની શેટ્ટી ડાન્સિંગ સિવાય પેઇન્ટિંગ, બેડમિન્ટન રમવાનો અને રસોઈની પણ શોખીન છે.
સિની શેટ્ટીએ આ ટાઇટલ જીત્યા છે
વર્ષ 2022માં ફેમિના મિસ ઈન્ડિયા જીતવા ઉપરાંત, તેણેએનઆઈએફડી મિસ ટેલેન્ટનું સબ ટાઈટલ જીત્યું હતું. આ સિવાય તે ‘મિસ બોડી બ્યુટીફુલ’ રહી ચૂકી છે. સિની શેટ્ટીએ અભ્યાસ દરમિયાન મોડલિંગમાં પણ પ્રવેશ કર્યો હતો. તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં માનુષી છિલ્લરે ભારત તરફથી મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાની પાયલોટ ભારતીય કસ્ટડીમાં, પહેલી તસવીર સામે આવી
May 09, 2025 12:54 AMભારતીય નૌકાદળે કરાચી બંદરનો નાશ કર્યો, 1971 પછી પાકિસ્તાન પર પહેલો દરિયાઈ હુમલો
May 09, 2025 12:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech