ભાઇ સહિત નવ શખ્સો સામે ફરીયાદ : રાજકોટ હોસ્પીટલમાં દાખલ દાદીમાને જોવા જવાની ના પાડતા બબાલ : જામવાડી પાસે આશ્રમમાં રહેતા લોકોને પણ ધમકી દીધી
કાલાવડના નવાગામ જામવાડી રોડ પર આવેલા આશ્રમ ખાતે રહેતી ગાયક કલાકાર અને સેવાપુજા કરતી મુળ મહુવાની યુવતિને ઢીકાપાટુનો માર મારી કારમાં અપહરણ કરી જઇ ધમકી દીધાની તેણીના ભાઇ સહિત નવ સામે ગ્રામ્ય પોલીસમાં જુદી જુદી કલમો મુજબ ફરીયાદ નોંધાવવામાં આવી છે. દાદીમાં સીરીયસ છે રાજકોટ હોસ્પીટલમાં દાખલ છે તેઓ તને જોવા માંગે છે તેમ કહીને ફરીયાદીને કારમાં લેવા માટે આવ્યા હતા જો કે તેણીને સાથે જવું ન હોય આથી બબાલ થઇ હતી અને મામલો પોલીસ મથકે પહોચ્યો હતો, ચાર દિવસ પહેલાના બનાવમાં ગઇકાલે ફરીયાદ દાખલ થતા પોલીસ દ્વારા આરોપીઓની વિધિવત ધરપકડ કરવા સહિતની કાર્યવાહી લંબાવવામાં આવી છે.
મુળ ભાવનગરના મહુવા તાલુકાના તરેડ ગામના વતની અને હાલ કાલાવડના નવાગામ જામવાડી રોડ વિશ્ર્વાસધામ આશ્રમ ખાતે રહેતા ગાયક કલાકાર તથા સેવાપુજાનું કામ કરતી છાયાબેન કરશનદાસ મકવાણા (ઉ.વ.૨૯)એ ગઇકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં મહુવાના કોંજલી રોડ તરેડ ગામમાં રહેતા મોરારીદાસ કરશનદાસ મકવાણા, દયાનંદ કરશનદાસ મકવાણા, ઘનશ્યામ ભગવાન ગોસ્વામી, મહુવાના હરીપરા ગામના સંજય જીવણ, સુણા ગામના દિનેશ મુળજી રાઠોડ, મનહર ઉર્ફે મુન્નાભાઇ વાળા, તરેડની સીમમાં રહેતા નંદરામદાસ બાપુ ઉર્ફે લાલબાપુ, તળાજાના રફીક હાસમ શેખ અને હરીપરા ગામના રામ રુખડ સોલંકી નામના નવ ઇસમો વિરુઘ્ધ આઇપીસી ૩૬૫, ૩૨૩, ૧૪૩, ૧૪૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, ૫૦૬(૨), ૪૫૨, જીપીએકટ ૧૩૫(૧) અને એટ્રોસીટી એકટ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ગત તા. ૨૫-૩-૨૪ના સાંજના સુમારે આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી, ધોકા જેવા હથીયારો ધારણ કરી ફરીયાદી રહેતા હોય ત્યાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો, આરોપી દયાનંદ ફરીયાદીના ભાઇ થતા હોય તેને ફરીયાદીને કહેલ કે તેના દાદીમાં સીરીયસ છે અને રાજકોટ હોસ્પીટલમાં સારવારમાં દાખલ કરેલ છે અને તે તને જોવા માંગે છે તેમ કહેતા ફરીયાદીએ તેની સાથે જવાની ના પાડી હતી.
આથી આરોપીઓ ઉશ્કેરાઇ જઇ તેણીને અપશબ્દો બોલી, ઢીકાપાટુનો માર માર્યો હતો અને આરોપીઓ લઇ આવેલી ગાડીમાથી ધોકા કાઢી તેણીના ભાઇએ ધોકાનો એક ઘા ઝીંકી દીધો હતો અને અન્ય આરોપીઓએ જેમ તેમ માર મારી ઢસડી અને બળજબરીથી ફોરવ્હીલ ગાડીમાં બેસાડીને લઇ ગયા હતા.
ઉપરાંત તેણીને તથા ફરીયાદી જે આશ્રમમાં રહેતા હોય ત્યાના માણસોને બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા એકબીજાને મદદગારી કરી હતી. આ અંગેની ફરીયાદના આધારે એસસીએસટી સેલના ડીવાયએસપી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech