દિલજીત દોસાંઝ એ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના એવા ગાયક છે જેમના ગીતો માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં સંગીત પ્રેમીઓ દ્વારા પસંદ કરવામાં આવે છે. પરંતુ આ વખતે તે પોતાના મ્યુઝિકને કારણે નહીં પરંતુ અન્ય કોઈ કારણોસર ચર્ચામાં છે. દિલજીત અમેરિકાના લોકપ્રિય ટીવી શો ધ ટુનાઈટ શો વિથ જીમી ફેલોનનો ભાગ બન્યો હતો. આ શોમાં ભાગ લેનાર તે પ્રથમ પંજાબી ગાયક છે અને શોમાં તેનું સંગીત સાંભળીને લોકો ડાન્સ કરવા મજબૂર થઈ ગયા હતા. આ શોનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યાં દિલજીત દોસાંજ દ્વારા પહેરવામાં આવેલી ઘડિયાળ ચર્ચાનો વિષય બની છે. આ ઘડિયાળની ખાસિયત કોઈને પણ આશ્ચર્યચકિત કરી શકે છે.
અમેરિકન શોમાં ભાગ લેવા માટે દિલજીત દોસાંઝ સંપૂર્ણ પંજાબી મૂડમાં જોવા મળ્યો હતો. એમ્બ્રોઇડરી સાથે સફેદ રંગનો હાફ સ્લીવ કુર્તો સાથે મેચિંગ પંજાબી લુંગી પહેરી હતી. આ સાથે સફેદ રંગની પાઘડી સંપૂર્ણપણે પંજાબી લુક આપી રહી હતી. જોકે દિલજીતની ઘડિયાળ તેના કપડા કરતાં વધુ ચર્ચામાં છે.
ઘડિયાળની કિંમત કરોડોમાં
પરફોર્મન્સ માટે દિલજીતે ખાસ ઓડેમાર્સ પિગ્યુટ વોચ પહેરી હતી. જે દિલજીત માટે કસ્ટમ ડિઝાઇન કરવામાં આવી છે. ઘડિયાળની વિશેષતાઓ વિશે વાત કરીએ તો આ 41mm મોડલની ઘડિયાળમાં ચારે બાજુ ડાયમંડ લાગેલા છે. સ્ટેનલેસ સ્ટીલ અને રોઝ ગોલ્ડથી બનેલી આ ઘડિયાળની કિંમત લગભગ 1.2 કરોડ રૂપિયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભારત પાક યુદ્ધ સંબંધી આપત્તિ જનક પોસ્ટ કરનાર કારખાનેદાર સામે નોંધાતો અપરાધ
May 09, 2025 01:17 PMહોશિયારપુરના પહાડી વિસ્તારમાં મિસાઈલ મળી, પોલીસ ઘટના સ્થળ પર પહોંચી
May 09, 2025 01:13 PMઇન્ડિયન નેવીએ કરાચી બંદરને ફૂંકી માર્યું, INS વિક્રાંતની જુઓ ધણધણાટી
May 09, 2025 01:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech