સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી, ભારત 85મા સ્થાને

  • January 09, 2025 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હેનલી એન્ડ પાર્ટનર્સે 2025ના પહેલા છ મહિના માટે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર કર્યું છે. હેનલી ઇન્ડેક્સમાં, ગરીબ પાકિસ્તાનના પાસપોર્ટને વિશ્વના સૌથી નબળા પાસપોર્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આફ્રિકન દેશ સોમાલિયાનો નંબર પાકિસ્તાનના પાસપોર્ટ કરતા વધારે છે.સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી સાબિત થયો છે જયારે ભારતનો નંબર 85મો જાહેર થયો છે.જો કે ગયા વર્ષની સરખામણીમાં ભારતની રેન્કિંગ 5 ક્રમ ઘટ્યું છે.ભારતીય પાસપોર્ટ પર વિશ્વના 57 દેશોમાં વિઝા ફ્રી મુસાફરી ઉપલબ્ધ છે.
2025ના પહેલા છ મહિના માટે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે. તે પ્રતિષ્ઠિત સંસ્થા હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ ઇન્ડેક્સ પાસપોર્ટને તેના પાસપોર્ટ ધારક કેટલા દેશોની મુલાકાત અગાઉના વિઝા વિના લઈ શકે છે તેના આધારે ક્રમ આપે છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર, સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે, જે તેના ધારકને વિશ્વના 195 દેશોમાં વિઝા મુક્ત મુસાફરી કરવાની મંજૂરી આપે છે. આમાં ભારત અને પડોશી દેશ પાકિસ્તાનનું રેન્કિંગ પણ આપવામાં આવ્યું છે.

જાપાન બીજા ક્રમે
વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની દ્રષ્ટિએ જાપાનનો પાસપોર્ટ વિશ્વમાં બીજા ક્રમે છે. જાપાની પાસપોર્ટ 193 દેશોમાં વિઝા મુક્ત મુસાફરીની મંજૂરી આપે છે. દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્પેન અને ફિનલેન્ડ સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે. તેમના પાસપોર્ટ પર 192 દેશોમાં વિઝા મુક્ત પ્રવેશ મળે છે. ચોથા સ્થાને ઑસ્ટ્રિયા, ડેનમાર્ક, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, નોર્વે, સ્વીડન અને નેધરલેન્ડ છે, જેમના પાસપોર્ટ પર 191 દેશોમાં વિઝા ફ્રી પ્રવેશ મળે છે. બેલ્જિયમ, પોર્ટુગલ, ન્યુઝીલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ અને બ્રિટન પાસે 190 દેશોમાં પ્રવેશ સાથે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. ઓસ્ટ્રેલિયા અને ગ્રીસ છઠ્ઠા ક્રમે છે, જ્યાં 189 દેશોમાં વિઝા-મુક્ત મુસાફરીની મંજૂરી છે. કેનેડા, માલ્ટા અને પોલેન્ડ 188 દેશોમાં વિઝા-મુક્ત મુસાફરી સાથે સાતમા ક્રમે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application