સિંધી સમાજ દ્રારા શહીદ હેમુ કાલાણીની જન્મ શતાબ્દીની ભવ્ય ઉજવણીઓમ નમ: સેવા ફાઉન્ડેશન, વોર્ડ નં.૩ના કોર્પેારેટર આયોજિત કાર્યક્રમ અખિલ સૌરાષ્ટ્ર્ર સિંધી પંચાયતના ચેરમેન ધનરાજભાઇ જેઠાણીની ખાસ હાજરી રાજકોટમાં ઓમ નમ: સેવા ફાઉન્ડેશનના પ્રમુખ સુનિલભાઇ ટેકવાણી અને વોર્ડ નં.૩ના કોર્પેારેટર અને સિંધી આગેવાન કુસુમબેન ટેકવાણી અને સિંધી સમાજ દ્રારા દેશની આઝાદીની ચળવળમાં સક્રિય ભાગ લઇ શહીદ થયેલા સિંધી સમાજના સ્વાતંય સેનાની વીર શહીદ હેમુ કાલાણીના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી નિમિતે આજે સવારે ઝુલેલાલ મંદિર, સિંધી કોલોની ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ સૌરાષ્ટ્ર્ર સિંધી પંચાયતના ચેરમેન ધનરાજભાઇ જેઠાણી તેમજ સિંધી સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સિંધી સમાજના સ્વાતંય સેનાની ક્રાંતિકારી વીર શહીદ હેમુ કાલાણીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.હેમુ કાલાણી ભારતીય સ્વતંતા ચળવળમાં વિધાર્થી કાળથી જોડાયેલા હતાં તે સ્વરાજ સેના વિધાર્થી સંગઠનના નેતા હતાં. દેશના સ્વાતંય સંગ્રામમાં સૌથી યુવાન વયે એટલે કે માત્ર ૧૯ વર્ષની વયે ૧૯૨૩માં જન્મેલા હેમુ કાલાણીને ૧૯૪૩ની સાલમાં બ્રીટીશ સંસ્થાનવાદી અદાલતે મૃત્યુ દંડની સજા કરી હતી. તેમને ફાંસી આપવામાં આવી હતી. હેમુ કાલાણીની શહીદીની દેશભરના સ્વાતંય ઇતિહાસમાં નોંધ લેવાઇ છે અને સંસદ ભવનમાં પણ શહીદ હેમુ કાલાણીની તસવીરને સ્થાન આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અખિલ સૌરાષ્ટ્ર્ર સિંધી પંચાયતના ચેરમેન ધનરાજભાઇ જેઠાણી તેમજ આગેવાનો રમેશભાઇ મોટવાણી, લીલારામભાઇ પોપટાણી, કૃપાલભાઇ કુંદનાણી, સંતશ્રી સુખદેવલાલજી, જીમ્મીભાઇ અડવાણી, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમિનભાઇ ઠાકર, મહાપાલિકા શાસક પક્ષના દંડક મનીષભાઇ રાડિયા, કોર્પેારેટર કુસુમબેન ટેકવાણી, અલ્પાબેન દવે, રાજુભાઇ ઉધાની, ચંદ્રેશભાઇ ટેકવાણી, સોનુભાઇ આહત્પજા, દિપકભાઇ, વિકકીભાઇ, શંકરભાઇ ભંભાણી, ભરતભાઇ પોપટાણી અનિલાબેન ચાંદ્રાણી, રેશમાબેન ધીરવાણી, ગીતાબેન ક્રિપલાણી, ભાવિકાબેન, ડો. જયોતિબેન મિરાણી, મમતાબેન મંગલાણી, અંજલીબેન તેમજ ઓમ નમ: સેવા ફાઉન્ડેશનના પ્રમુખ સુનિલભાઇ ટેકવાણી સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech