• યજ્ઞોપવિત, વિશાળ બાઈક રેલી, શોભાયાત્રા અને સમૂહજ્ઞાતિ મહાભંડારા પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા
જામનગરમાં તીનબત્તી ચોક ખાતે આવેલ ઝુલેલાલ મંદિર ચેટીચાંદની તથા સિંધી સમાજના નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, આ માટે એક માસ પૂર્વે સામાજીક બેઠક બાદ એક સપ્તાહ પહેલા સિંધી સમાજના હોદ્દેદારો અને સભ્યો દ્વારા આગોતરી બેઠક યોજાઈ હતી, ગઈકાલે યોજાયેલા કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
ગઈકાલે ૩૦ માર્ચ ના રોજ ભગવાન ઝુલેલાલના ૧૦૭૫ માં જન્મોત્સવ નિમિતે તીનબત્તી ઝુલેલાલના મંદિર ખાતે સવારે ૦૫:૦૦ વાગ્યે પ્રભાતે મંગલા મહાઆરતી, ત્યારબાદ ૦૯:૦૦ વાગ્યે સરસ્વતી યુવા મિત્ર મંડળ દ્વારા સમસ્ત સિંધી સમાજ ની એકતા સાથે વિશાળ બાઈક રેલી ત્યારબાદ, સવારે ૧૦:૦૦ વાગ્યે બટુકોને યજ્ઞોપવિત ધારણ કરવામાં આવી હતી, બપોરે ૧૨:૩૦ વાગ્યે ભંડારાપ્રસાદ જે બાદ સિંધી સમાજ ની પંરપરાગત સાંજે ૦૫:૦૦ સિંધી સમાજ ની જુદા જુદા ફ્લોટ્સ અને સિંધી વેશભૂષા સાથે વાગ્યે શોભાયાત્રા કાઢવામાં આવી. જે શોભાયાત્રા નગરભ્રમણ કરી ઝુલેલાલ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી.
સમગ્ર શોભાયાત્રા દરમિયાન પ્રસાદી ના સ્ટોલો ઊભા કરાયા હતા પ્રસાદી વિતરણ થઈ હતી.તીનબત્તી ઝુલેલાલ મંદિર ખાતે રાત્રે ૦૯:૦૦ વાગ્યે સમૂહ જ્ઞાતિ ભોજના ના મહાભંડારા પ્રસાદ ની વ્યવસ્થા કરી હતી ત્યારબાદ ૧૦:૦૦ વાગ્યે ઝુલેલાલ ભગવાનને કેક સેરેમની યોજીને ભગવાનને કેક ધરવામાં આવી હતી અને ત્યારબાદ પ્રસાદીરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું.
ચેટીચાંદની ભવ્ય ઉજવણી માં જામનગર જીલ્લાના નવનિયુક્ત અધ્યક્ષ વિનોદભાઈ ભંડેરી, શહેર ભાજપના નવનિયુક્ત અધ્યક્ષા બીનાબેન કોઠારી , પૂર્વ શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, હસમુખભાઈ હિંડોચા, જામનગર મનપા ના પદાધિકારીઓ મેયર વિનોદભાઈ ખીમસૂરીયા સહિત ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા , લોકલાડીલા સાંસદ પુનમબેન માડમ સહિત રાજકીય અને સામાજિક હોદેદારો આગેવાનો જોડાયા હતા ઝુલેલાલ નામરૂપી સિંધીટોપી પહેરી સિંધી અંદાજ માં જેકો ચવંધો ઝુલેલાલ તેનજા થીંધા બેડાપર સાથે ઝૂમ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆતંકવાદ સામે ભારતનું મિશન! 'ઓપરેશન સિંદૂર' હેઠળ 33 દેશોમાં ગાજશે પાકિસ્તાનની કરતૂતો
May 18, 2025 12:05 PMઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech