સિંધી યુવા સેના દ્વારા આજકાલ મીડિયા પાર્ટનરના સંગાથે ચેટીચંડ પર્વનું ભવ્ય આયોજન

  • February 28, 2025 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિંધી સમાજના ઇષ્ટદેવ ઝુલેલાલની જન્મ જ્યંતીએ સમસ્ત સિંધી સમાજ દ્વારા ચેટી ચંડ પર્વની ઉજવણી કરવામાં આવે છે, આ સાથે જ સિંધી સમાજના નવા વર્ષની શરૂઆત કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે આગામી તા.29-3ના ચેટી ચંડ પર્વની ભવ્યતાથી ભવ્ય ઉજવણી કરવા માટે આજકાલ મીડિયા પાર્ટનરના સંગાથે અને સિંધી યુવા સેનાએ દ્વારા વેલકમ ચેટી ચંડ-2025નું આયોજન કરવામાં આવ્યું છે. લાલસાંઈના હુકમથી તા.29 શનિવારે સાંજે 6.30 કલાકે વેશભૂષા સ્પર્ધા (ફક્ત બાળકો માટે) તેમજ સાથે સિવિલ હોસ્પિટલના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પ, સાંજે 7 વાગ્યે ભેરાણા સાહેબ સ્પર્ધા બાદ મહાઆરતી, લંગર પ્રસાદ અને દાંડિયારાસનું આયોજન કરવામાં આવ્યું છે.


વેશભુષા સ્પર્ધામાં ફક્ત શ્રી ઝુલેલાલ ભગવાનનો વેશ ધારણ કરવાનો રહેશે તેમજ ભહેરાણા સાહેબ ઘરેથી બનાવીને આવવાના રહેશે. સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપવામાં આવશે.બંને સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુકોએ તા.10 સુધીમાં પોતાનું નામ રજીસ્ટ્રેશન મો.942991 7053 ઉપર કરાવી દેવાનું રહેશે.


આ ઉપરાંત 30 મિનિટના દાંડિયારાસ રાઉન્ડમાં પ્રિન્સ-પ્રિન્સેસ પણ જાહેર કરવામાં આવશે. મ્યુઝિકલ બહેરાણામાં ખ્યાતનામ કલાકાર રાજા વનવાણી અને ઉત્તમ વનવાણી જમાવટ કરશે.


સમગ્ર કાર્યક્રમનું આયોજન ધ ગ્રેટ પંજાબી ધાબા, બંધન પાર્ટી લોન્સ, વન વર્લ્ડ ટાવરની સામે, અયોધ્યા ચોક,150 ફૂટ રિંગ રોડ ખાતે કરવામાં આવ્યું છે.

મીડિયા પાર્ટનર તરીકે આજકાલ દૈનિક, ઇલેક્ટ્રોનિક મીડિયા પાર્ટનર તરીકે યુથ સૌરાષ્ટ્રએ અને એલઇડી સ્ક્રીન પાર્ટનર તરીકે જયક ડિજિટલનો સહયોગ મળી રહ્યો છે. પોસ્ટર માટે જય ઝુલેલાલ ફલાયવોલ્ક- 92270 02799 ઉપર સંપર્ક સાધવાનો રહેશે.


ખાસ નોંધ: કાર્યક્રમમાં પાસ વગર એન્ટ્રી આપવામાં આવશે નહિ, એન્ટ્રી પાસ (ફૂડ પાસ) અચૂક લેવાના રહેશે. એન્ટ્રી સમયે આધારકાર્ડ અને પાસ બંને સાથે રાખવાના રહેશે. પાસ. તા.1 થી તા.10 સુધીમાં નીચેના સ્થળ પરથી લઇ લેવા ફરજીયાત છે. (પાસ ની શુલ્ક છે માત્ર સિંધી સમાજ માટે) કાર્યક્રમમાં જેન્ટ્સ ,આતે વ્હાઇટ શર્ટ અને લેડીઝ માટે વ્હાઇટ કુર્તી અથવા વ્હાઇટ ડ્રેસનો ડ્રેસ કોર્ડ રાખવામાં આવ્યો છે.


પાસ મેળવવા માટે સંપર્ક સૂત્ર

(સિંધી કોલોની વિસ્તાર: જય જુલેલાલ સેવા મંડળ, ગુરુ ગુલરાજ કુટીયા પાસે જુલેલાલ મંદિર પાસે સિંધી કોલોની. સવારે ૧૦ થી ૧

સાંજે ૫ થી ૮ મો. ૯૫૧૦૦૨૯૬૨૯), (રેફ્યુજી કોલોની વિસ્તાર સુરેશભાઈ ભંભાણી, રજવાડી કેટરર્સ સિંધી કોલોની શાક માર્કેટની સામે, મો.૯૫૫૮૪૨૨૬૭) (જંકશન વિસ્તાર: આહુજા આઈસક્રીમ, ગાયત્રી ડેરી પાસે જંકશન પ્લોટ સવારે ૧૧ થી સાંજે ૭ સુધી,મો.૯૮૯૮૨૬૦૬૦૩)

(સદર બજાર વિસ્તાર: અંબિકા સીઝન સ્ટોર, મો. ૭૮૦૨૦૮૮૮૮૮), (ગુંદાવાડી વિસ્તાર: જીતેન્દ્ર હેન્ડલુમ, મો. ૯૫૧૨૪૪૯૦૯૯ સવારે ૧૧ થી સાંજે ૮),

(રેલનગર વિસ્તાર:ચંદ્રેશભાઈ ટેકવાણી, શ્યામ બગ્લોઝ ઘર ન.૩ આરકે પાર્ક, એકતા મસાલા વાળી શેરી,મો ૯૫૧૦૦૨૯૬૨૯), (ગાંધીગ્રામ વિસ્તાર:

જયરામ અમરધામ, મોચી નગર કોમ્યૂનિટી હોલ પાસે, ગુરુનાનક ચોક, ભાઈસાહેબ અમરલાલ મો.૯૪૨૭૨૫૪૩૩૯), (પોપટપરા વિસ્તાર: હરિૐ બેકરી ,પોપટપરા પોસ્ટ ઓફિસની બાજુમાં, હિતેશભાઈ વનવાણી મો. ૯૮૯૮૭૨૧૯૨૬), (દિનેશભાઈ પારવાણી: કિંમતરાય લાલચંદ નવાનાકા રોડ, મો. ૯૪૨૯૯૧૭૦૫૩), (યાજ્ઞિક રોડ વિસ્તાર: શિવા બેલ્ટ્સ, નવીનભાઈ છાબરીયા, સર્વેશ્વરચોક, મો.૯૮૯૮૫૬૯૬૯૪), (હાઉસિંગ બોર્ડ મોરબી રોડ, કિશોરભાઈ આસવાણી, મો ૯૧૭૩૨૨૦૭૦૧), (રામનાથપરા: નીરુદિદી, રામનાથપરા હરમંદિર મો.૯૮૨૪૨૪૭૬૭૮), બહારાગામ માટે ડિજિટલ પાસ ૯૪૨૯૯૧૭૦૫૩ ઉપર ફોન કરીને મેળવવાના રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application