ગીર સોમનાથ જિલ્લ ાના કોડીનાર તાલુકાના દેવળી(દેદાજીની) અને સિંધાજ ગામે પરંપરાગત રીતે યોજાતી ખેડૂત યુવાનોની દોડ યોજાઈ હતી.આ દોડમાં ગામના યુવાનોએ ભાગ લીધો હતો કડોદરા ગામથી દેવળી ગામ સુધી ૨ કિલોમીટર ની આ દોડ યુવાનોએ ૭ મિનિટમાં પુરી કરી હતી.
ગીર સોમનાથના દેવળી ગામે આજથી ૨૦૦ વર્ષ પહેલાથી રક્ષાબંધન પર્વ પ્રસંગે યુવાનોની આ દોડ યોજાય છે.જેને ગામઠી ભાષામાં 'હળિયું–કળિયું' તરીકે ઓળખવામાં આવે છે.આ સમય દરમ્યાન ખેડૂતો ખેતી કામમાંથી થોડી નિરાંત અનુભવતા હોય છે.સારો વરસાદ થયા બાદ ખેતરમાં પાક લહેરાતો હોય તે જોઈ ખેડૂત આનંદિત થઈ ઉઠે છે.તેની મહેનત રગં લાવતી હોય તેવી અનુભૂતિ થાય છે.ખેતી કામમાંથી ખેડૂતને હળવાશ મળતા અને પાક પાણીનું ચિત્ર સા દેખાતા ગ્રામીણ પ્રજા કોઈને કોઈ ઉત્સવ ઉજવીને પોતાની ખુશી વ્યકત કરે છે. કોડીનારના દેવળી ગામમાં પણ પરંપરાગત રીતે ૨ થી ૪ કિલોમીટરની દોડનું આયોજન થાય છે.બાજુના ગામ કડોદરા થી દેવળી સુધીની દોડ યોજાય છે.આ દોડમાં દેવળી ગામના ખેડૂત યુવાનો ભાગ લે છે. એક થી ત્રણ નંબર આપવામાં આવે છે.પ્રથમ ક્રમે વિજેતાને પ્રતીકાત્મક પે લાકડાનું હળ આપવામાં આવે છે.હળ એ બલરામજીનું શક્ર છે.અને ખેતીનું પ્રતીક છે.આ ઉપરાંત વિજેતાઓને મેડલ,શિલ્ડ અને રોકડ રકમ વડે સન્માન કરવામાં આવ્યું.
કોડીનારના દેવળી ગામે રક્ષાબંધન પર્વને લઈ યોજાયેલી દોડમાં કુલ ૧૫ જેટલા ખેડૂત પુત્રોએ ભાગ લીધો હતો.અંદાજે ૨ કિલોમીટરની દોડને નિહાળવા સેંકડો લોકો રસ્તાની બંને બાજુ એકઠા થયા હતા. પ્રથમ ક્રમે વિશ્વસિંહ વિપુલભાઈ બારડ,દ્રિતીય ક્રમે ભવદીપસિંહ મોરી અને તૃતીય ક્રમે વેદાંતસિંહ બારડ વિજેતા થયા હતા. અત્રે ઉલ્લ ેખનીય રહેશે કે વિશ્વસિંહ અને વેદાંતસિંહ બંને સગા ભાઈઓ છે. ત્રણેય વિજેતાઓને હજારોની રોકડ રકમ તથા શિલ્ડ, ટીશર્ટ, મેડલ ગ્રામ પંચાયત તથા ગામના અગ્રણીઓ દ્રારા અર્પણ કરવામાં આવ્યા હતા. પ્રથમ ક્રમાંકિત યુવાનને પ્રતીકાત્મક પે લાકડાનું હળ આપવામાં આવ્યું હતું. આ સ્પર્ધા માં વિજેતા બનવા માટે પાછલા કેટલાય દિવસોથી ખેડૂત યુવાનો તૈયારી કરતા હોય છે.સખત મહેનત બાદ આ સ્પર્ધામાં વિજેતા બની શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા: દસ વર્ષ પૂર્વેના લાંચ-રીશ્વત કેસમાં આરોપીને ચાર વર્ષની સખત કેદ તથા દંડ
May 10, 2025 01:11 PMજામનગર બાયપાસ નજીક કાર અકસ્માતમાં એકનું મૃત્યુ
May 10, 2025 01:08 PMપથ્થરની વંડી ગોઠવતા ગડુ ગામના યુવાન પર હુમલો
May 10, 2025 01:05 PMજામનગર નજીક રમકડાના ડ્રોને પોલીસને ધંધે લગાડી
May 10, 2025 01:01 PMખંભાળીયા નગરપાલીકાના પુર્વ પ્રમુખના યુવાન પુત્રનો રિવોલ્વરથી ગોળી ધરબી આપઘાત
May 10, 2025 12:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech