પ્રદેશ ભાજપની સૂચના અનુસાર સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ શહેર ભાજપ અધ્યક્ષ અભય ચૌહાણની અધ્યક્ષતામાં વિભાજન વિભીશિકા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
સરદારનગર ગુરુકુળથી સિંધુનગરના સ્વામી લીલાશા હોલ સુધી મીણબત્તી સાથે મૌન રેલી કાઢવામાં આવેલ, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર સહિત વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતાં. ત્યાર બાદ આયોજિત વિચાર ગોષ્ઠીમાં આત્મારામએ વિભાજન સમયની યાતનાઓનું તાદ્રશ્ય વર્ણન કર્યું હતું. વિભાજનની વિભીશિકાના સાક્ષીઓ એવા 93 વર્ષના ભજનલાલ કિમતાણીજી, 82 વર્ષના મોહનલાલ અડવાણીજી, અમૃત બ્રેડ વાળા 93 વર્ષના અમૃતાબેન પમનાણીજી, ગોપીચંદજી તથા નંદલાલજી સહિતના વિભાજન સમયની યાતના સહન કરનારા વડીલોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ. મોહનલાલ અડવાણીજીએ વિભાજન સમયના પોતાના અનુભવો વર્ણવતા કહ્યું હતું કે એ સમયે પોતે પાંચ વર્ષના હતા, માતા પિતાની વાતો સાંભળ્યા મુજબ જુના બંદરના ગોડાઉનમાં કંતાનના પાર્ટીશનમાં પોતે રહેતા હતા. આ ઉપરાંત અંગ્રેજો સામે લડનારા હેમુ કાલાણીના જીવન વૃતાંત અને તેમને આપવામાં આવેલ ફાંસીની યાદને વાગોળવામાં આવેલ. આત્મારામભાઈએ શ્રોતાઓ સમક્ષ મોન્ટેફીયર અને કાર્લ માર્કસના ’હિસ્ટરી રિપીટ ઇટ સેલ્ફ’ વાક્યને દોહરાવેલ, તો અભયસિંહ ચૌહાણે જે લોકો પોતાનો ઇતિહાસ યાદ નથી રાખતા તેઓ ક્ષીણ થતા જાય છે એવુ જણાવેલ. આ વિચાર ગોષ્ઠીમાં મેયર ભરત બારડ, ત્રણેય મહામંત્રીઓ અલ્પેશ પટેલ, નરેશ મકવાણા અને પાર્થ ગોંડલીયા, સ્ટે. ચેરમેન રાજુ રાબડીયા, સિંધી સમાજના આગેવાન કનુભાઈ છગનાણી, શહેર અને વોર્ડ ભાજપ સંગઠન, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વરિષ્ટ આગેવાનો, તમામ સેલ મોરચા અને સમિતિઓના હોદ્દેદારો અને કાર્યકતર્ઓિ તેમજ સિંધી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન જીતુ બોરીસાગરે તેમજ ઉપસ્થિતોનું લોકોનું શાબ્દિક સ્વાગત નગરસેવક દિલીપ જોબનપુત્રાએ કરેલ, જ્યારે શાશક પક્ષના નેતા કિશોર ગુરુમુખાણીએ આભારવિધિ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી બાંગ્લાદેશથી આવ્યો હતો? કોર્ટમાં થયો મોટો ખુલાસો
January 19, 2025 03:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech