સોમવારે બિલ્ડરો, શ્રમિકો, વ્યવસાયિકોની જંત્રીદરમાં વધારાના વિરોધમાં મૌન રેલી

  • December 07, 2024 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં જંત્રીમાં સરકાર દ્રારા ખૂબ મોટી કમ્મર તોડ વધારો થવાની સામાન્ય પ્રજાથી લઈને અનેક ક્ષેત્રે ખૂબ જ મુકેલી સર્જાઈ છે. ઉપરાંત રાજકોટ ખાતે પ્લાન, કંપલીશન, ફાયર એન.ઓ.સી. વિગેરેનાં મુદ્દે ખૂબ જડ વલણ અપનાવવાથી પણ બાંધકામ વ્યવાસથ, વ્યમિકો, બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યવાસાયિકો અનેક ઉધોગ તથા સામાન્ય પ્રજાજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.
સરકાર દ્રારા જાહેર થયેલ જીડીસીઆર સિવાયનાં નિયમોનું પણ જડ વલણ અપનાવીને પ્લાન, કંપલીશન, ફાયર એન.ઓ.સી. વિગેરેમાં જે વલણ અપનાવાઈ રહ્યું છે તેની ખૂબ જ ગંભીર અસર વર્તાઈ રહી છે. રાજકોટ બિલ્ડર એસોસીએશન દ્રારા આ મુદ્દાને લઈને લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે. જે અંતર્ગત તા.હ–૧૨–૨૦૨૪ને સોમવારનાં રોજ સરદાર પટેલની પ્રતિમા પાસે, બહત્પમાળી ભવન, રાજકોટ ખાતે સવારે ૧૦.૩૦ કલાકે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટનાં બિલ્ડો, પ્રગિકો, બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા વ્યવાસાયિકો, કારીગરો, સામાન્ય નાગરિકો સહિતનાં લોકો બહોળી સંખ્યામાં જોડાશે. કાર્યક્રમ સ્થળથી એક મૌન રેલી સ્વપે તમામ લોકો કલેકટરને આવેદન પત્ર પાઠવશે.
રાજકોટના તમામ બિલ્ડરો સ્વયંભુ રીતે સાઈટ ઉપરનાં કામકાજો બધં રાખીને આ રેલીમાં જોડાનાર છે. આ રેલીમાં રાજકોટ બિલ્ડર એસોસીએશનનાં તમામ સભ્યો, રાજકોટ સિવીલ એન્જીનિયરીંગ એસોસીએશન, આર.પી.સી.એ. રાજકોટ પ્રોપર્ટી એસોસીએશન કન્સલ્ટન્ટ, રાજકોટ સિવીલ કોન્ટ્રાકટર એસોસીએશન, રીયલ એસ્ટેટ એજન્ટ એસોસીએશન, આઈ.આઈ.આઈ.ડી., એ.સી.સી.ઈ. એસોસીએઇન ઓફ કન્સલ્ટીંગ સીવીલ એન્જીનિયર્સ, રાજકોટ રેવન્યુ બાર એસોસીએશન, રાજકોટ લેબર કોન્ટ્રાકટર એસોસીએશન, રાજકોટ બિલ્ડીંગ કોન્ટ્રાકટર એસો.–આર.બી.સી.એ., સહિતનાં સંગઠનો દ્રારા ટેકો જાહેર કરી રેલીમાં પણ તેના સભ્યો મોટી સંખ્યામાં જોડાશે.
જે અંતર્ગત યોજાયેલ મીટીંગમાં આર.બી.એ.નાં પૂર્વપ્રમુખ હિતેશભાઈ બગડાઈ સરકાર અને આ પ્રશ્નો યોગ્ય રજુઆત કરી ભુતકાળમાં પણ અન્ય રાયની સરકારોએ આવા મુદ્દે સુચા નિરાકરણ લાવેલ હોવાના ઉદાહરણ ટાંકીને રજુઆત કરવા સુચન કર્યુ હતું. જી.ડી.સી.આર. સિવાયનાં વધારાના નિયમોનું ફરજીયાતપણે પાલન કરાવાતું હોય તો તે અંગે પણ મુદ્દા સર રજુઆત કરવા અંગે માર્ગદર્શન પાઠવ્યું હતું.
પૂર્વપ્રમુખ રરિમેભાઈ પટેલ એ પણ હાલનાં મુદ્દે માત્ર હંગામી નહીં પરંતુ લાંબાગાળે પણ કયારેય પ્રશ્ન ઉદ્રવ ન થાય તે રીતે નીચકરણ લાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે આર.બી.એ.નાં સુજીતભાઈ ઉઠાણીએ કલેકટરને પાઠવવામાં આવનાર આવેઠનનાં મુદ્દાઓ અંગે ઉપસ્થિત લોકો સમક્ષ માહીતી પ્રદાન કરી હતી. સોમવારે યોજાનાર આ મીન રેલીમાં બહોળી સંખ્યામાં રાજકોટનાં બિલ્ડરોે, વ્યવસાયિકો, શ્રમિકો, બાંધકામને સંલ ધંધા રોજગાર સાથે સંકળાયેલા તમામ લોકો, રાજકોટનાં પ્રજાજનોને જોડાવવા આર.બી.એ.નાં પ્રમુખ પરેશભાઈ ગજેરાએ અનુરોધ કર્યેા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application