જમ્મુ કાશ્મીરમાં શીખ લગ્ન વિધિ આનંદ વિવાહને માન્યતા અપાઈ

  • December 15, 2023 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમ્મુ–કાશ્મીર પ્રશાસન દ્રારા આનંદ–વિવાહ અધિનિયમ નીચે રજિસ્ટ્રેશન કરવાનો વિસીત નિયમ અમલી કરાયો છે. જે પ્રમાણે શિખ રીતિ રિવાજ દ્રારા થતાં લોને હવે વૈધાનિક માન્યતા આપવામાં આવી છે. આ સાથે શિખ સમાજે વર્ષેાથી આ સંબંધે કરેલ માન્યતાને હિન્દી વિવાહ– અધિનિયમ નીચે ન લાવવાની માગણી પરિપૂર્ણ થાય છે.

એક સરકારી સત્તાવાર જાહેરાત પ્રમાણે, આનંદ–કારજ નાં રજિસ્ટ્રેશન માટે જમ્મુ અને કાશ્મીર આનંદ–વિવાહ પંજીકરણ નિયમ–૨૦૨૩ તૈયાર કરાયો છે. જે નીચે સંબંધિત તહેસીલદાર (મામલતદાર) પોતાનાં અધિકાર ક્ષેત્રમાં આ પ્રકારનાં લો રજિસ્ટર કરી શકશે૩૦ નવેમ્બરે જ આ અધિનિયમ સંસદના કાનુન ન્યાય અને સસંદીય વિભાગે પ્રસિદ્ધ કરેલા અધિસૂચનમાં જણાવવામાં આવ્યું છે કે, શિખ યુગલે લગ્ન પછી ૩ મહિનાની અંદર રજિસ્ટ્રેશન કરાવી લેવું પડે, જો તેથી વધુ સમય લાગે તો વિલબં શુલ્ક ભરવું પડશે.


જમ્મુના જિલ્લા ગુદ્રારા પ્રબંધક સમિતિના ઉપાધ્યક્ષ બલવિંદર સિંહે કહ્યું હતું કે, એ સંબંધે અમારી ઘણા લાંબા સમયથી માગણી હતી, તે સ્વીકારવા માટે અમે ઉપ રાયપાલના આભારી છીએ.વાસ્તવમાં શિખ સમાજ માટે અલગ લ વિષયક કાનૂન ન હોવાને લીધે ઘણી મુશ્કેલી થઈ હતી. ૧૯૦૯માં બ્રિટિશ ઇમીપીરીયલ લેજિસ્લેટિવ કાઉન્સીલે શિખ વિવાહ સમારોહ આનંદ–કારજને માન્યતા આપવા માટે કાનૂન બનાવ્યો હતો. ૨૦૧૨માં સંસદે આનંદ–વિવાહ (સંશોધન) વિધેયક પસાર કયુ. જેથી શિખ પરંપરા પ્રમાણેનાં લોને કાનૂની માન્યતાનાં પરિઘમાં લવાયું. આ વિધેયકને સંબંધિત નિયમોનું કામ કેન્દ્ર શાસિત પ્રદેશ ઉપર છોડી દેવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application