સાઈન લેન્ગવેજ ડે : આંગળીઓથી શબ્દોનો સંસાર, ઈશારા અને ભાવોથી જન્મી ભાષા

  • September 23, 2024 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સાઈન લેન્ગવેજમાં બોલચાલ શબ્દોથી નહીં, લાગણીઓ અને હાથના ઈશારાથી થાય છે. ઈશારા અને ભાવો સાથે સંકળાયેલ આ દીલની ભાષા છે. આ ભાષા હવે દિવ્યાંગોને અભ્યાસની સાથે કલા અને સંસ્કૃતિ સાથે જોડી રહી છે. ઈન્ટરનેશનલ ડે ઓફ સાઈન લેન્ગવેજમાં એવા કેટલાક કિરદાર બતાવશું જેને માત્ર પોતાનું વિશેષ સ્થાન જ નથી બનાવ્યું પરંતુ પોતાની વાતો એક બીજા સાથે શેર કરી માટે નવા સંકેતો પણ ડેવલપ કર્યા છે. વલ્ર્ડ ફેડરેશન ઓફ ડેફના અનુસાર, વિશ્વમાં ૭ કરોડથી વધુ લોકો સાંભળી શકતા નથી. તેમના માટે ૩૦૦ જેટલી સાઈન લેન્ગવેજનો ઉપયોગ કરવામાં આવે છે.
અન્ય ભાષાઓની જેમ સાઈન લેન્ગવેજનું પણ વ્યાકરણ અને નિયમ છે. જે સમગ્ર વિશ્વમાં સાંભળી ન શકતા લોકો માટે ખુબ જરી છે. અલગ–અલગ દેશોમાં સાઈન દ્રારા બહેરા વ્યકિતઓને એક જ વાત કહેવા અને સમજવા માટે અલગ– અલગ રીત છે. સાંકેતિક ભાષાથી ખુશી, એકસાઈટમેન્ટ, દયા, ગુસ્સો પણ વ્યકત કરવામાં આવી શકે છે.અભિનવ સતં સાંભળી શકતા નથી. ગ્વાલિયરની એહસાસ સંસ્થામાં સ્વિમિંગ કોચ છે. કમ્પ્યુટર ટીચર પણ છે. સ્પેશિયલ બાળકોને કમ્પ્યુટર શીખવાડે છે. તેઓ સ્ટેટ અને નેશનલ લેવલે ક્રિકેટ રમે છે અને કેટલીક ટ્રોફીઓ જીતીને પ્રદેશનું નામ રોશન કરી ચૂકયા છે. તેમને ઓરિજનલ સાઈન લેન્ગવેજની સાથે સંકેતો પણ ડેવલપ કર્યા છે. પોતાની સાઈન પણ ડેવલપ કરી છે. તેઓ ક્રિકેટ રમવામાં તેનો ઉપયોગ કરે છે.
સીએ ગીતા ઢીંગરાની દિકરી અનન્યા ઢીંગરા ૨૭ વર્ષની છે. મલ્ટીપલ ડિસેબિલિટીથી પીડીત છે. તેમને સાંભળવાની સમસ્યા છે. અન્યાય બોલી શકતી નથી. તે પોતાની વાત સમજાવા માટે સાઈન લેન્ગવેજનો ઉપયોગ કરે છે. તેણીએ પોતાના સંકેતો ડેવલપ કર્યા છે. જેથી તે પોતાની વાત અન્ય લોકોને સરળતાથી સમજાવી દે છે. મપ્ર મૂક બધિર કલ્યાણ સંસ્થાના પ્રિન્સિપલ નરોત્તમ સ્વપ દિક્ષિતે જણાવ્યું કે, મૂક–બધિર બાળકો મોબાઈલથી સાઈન લેન્ગવેજમાં સંવાદ કરી રહ્યા છે. તે વીડિયો કોલથી પણ પોતાની વાત ઈશારામાં સમજાવી દે છે. વિધાલયમાં ૩૫ મૂક–બધિર અને ૧૫ બૌદ્ધિક દિવ્યાંક બાળકો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application