સિડ-કિયારાએ સંગીત શેરેમનીની ખાસ તસવીરો કરી શેર

  • February 22, 2023 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • બે સપ્તાહ વીત્યા છતાં આ કપલ હજું પણ છે ચર્ચામાં
  • કપલે શેરશાહના રાંઝા ગીતનો  એેક વીડિયો પણ શેર કર્યો



સિડકિયારાના લગ્નને બે સપ્તાહ વીતિ ગયા છે. છતાં આ કપલ ન્યૂઝમાં છે. તેમના લગ્નની તસવીરો મીડિયા પર પહેલાં જ વાયરલ થઇ ગઇ છે. હવે તેમણે પોતાની સંગીત સેરેમનીની કેટલીક અન્ય તસવીરો પણ શેર કરી છે. જેને જાણીતા ડિઝાઇનરને ડિઝાઇન કરી છે. 

ઉપરાંત કપલે તોમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જયમાલાનો એક ખાસ વીડિયો પણ શેર કર્યો છે. જે ફેન્સને ગમી રહ્યો છે. આ વીડિયોમાં બંનેની ફિલ્મ શેરશાહનું ગીત રાંઝા સંભળાય છે.

આ ગીત કિયારાની બ્રાઇડલ એન્ટ્રી માટે રિક્રિએટ કરવામાં આવ્યું હતું. હવે મેકર્સે આ ગીતને સત્તાવાર રીતે જારી કર્યું છે. નિર્માતાએ તેની સાથે લખ્યું છે કે જે સમયથી તેઓ શેરશાહમાં રિલ લાઇફ લવબર્ડ્સ હતા. ત્યારથી લઇ લઇ રાંઝઆને પોતાના લગ્નનું ગીત બનાવવા સુધી તેમણે પોતાની વચ્ચેની કેમેસ્ટ્રીને દેખાડી છે. આ કપલ પ્રેમી જોડાના દરેક લક્ષ્યને પાર કરી ખરેખર દેખાડી દીધું કે રાંઝાનો મતલબ શું હોય છે.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ સંગીત સેરેમનીના કેટલાક ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં સ્ટાર કપલ ખૂબ જ એન્જોય કરતા જોવા મળી રહ્યુ છે. બંનેના આઉટફીટ્સ મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યા છે. આ તસવીરો શેર થતાની સાથે જ વાયરલ થઇ રહી છે

તસવીરોને જોઇને તેમની ખુશીનો અંદાજ લગાવી શકાય છે. આ તસવીરમાં બંને ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાં જ બંનેના આઉટફીટ્સ વિશેની ચર્ચા ચારેબાજુ છવાયેલી છે. મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન થયેલા આ આઉટફીટમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

ગોલ્ડન કલરના ડીપ નેક લહેંગામાં કિયારા અડવાણી કોઇ પરી જેવી લાગી રહી છે. સાથે ગળામાં તેણે સ્ટેટમેન્ટ નેકલેસ પહેર્યો છે જે તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે. જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા બ્લેક એન્ડ ગોલ્ડન શેરવાનીમાં ખૂબ હેન્ડસમ લાગી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application