નોર્થના સ્વેગ, સાઉથના ગ્રેસના સંગમ સમી ફિલ્મ 'પરમ સુંદરી'ની રિલીઝ ડેટ જાહેર
સિદ્ધાર્થ મલ્હોત્રા અને જ્હાન્વી કપૂર ટૂંક સમયમાં રોમેન્ટિક કોમેડી-ડ્રામા ‘પરમ સુંદરી’માં જોવા મળશે. આ બંને સ્ટાર્સ પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે. આ ફિલ્મને લઈને ફેન્સ ખુબ જ ખુશ છે. નિર્માતાઓએ ’પરમ સુંદરી’ની પહેલી ઝલક પણ શેર કરી છે. આ સાથે, ‘પરમ સુંદરી’ની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.
સિદ્ધાર્થ અને જ્હાનવી કપૂરે તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘પરમ સુંદરી’નું મોશન પોસ્ટર શેર કર્યું છે. મોશન પોસ્ટરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા ઉત્તર ભારતીય છોકરાના રોલમાં છે જ્યારે જ્હાનવી કપૂર દક્ષિણ ભારતીય છોકરીના રોલમાં છે. પોસ્ટરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા જ્હાન્વીને ખોળામાં લઈ જતો જોવા મળે છે અને જ્હાન્વી શોક અંદાજમાં પોઝ આપી રહી છે. ફિલ્મનું મોશન પોસ્ટર ખૂબ જ રસપ્રદ છે અને તેને જોયા પછી લાગે છે કે રોમેન્ટિક-કોમેડી ડ્રામા પણ ખૂબ જ રસપ્રદ હશે.
આ પોસ્ટરને શેર કરતી વખતે, જ્હાન્વી અને સિદ્ધાર્થે કેપ્શનમાં લખ્યું છે કે, ‘નોર્થ કા સ્વેગ, સાઉથ કી ગ્રેસ - દુનિયા ટકરાતી હૈ ઓર ચિંગારીયા ઊડતી હૈ. દિનેશ વિજન પ્રસ્તુત કરે છે પરમ સુંદરી, જે તુષાર જલોટા દ્વારા નિર્દેશિત એક પ્રેમ કહાની છે. જે 25 જુલાઈ, 2025 ના રોજ થિયેટરોમાં આવી રહી છે.
જ્હાન્વી કપૂર વર્ક ફ્રન્ટ
જ્હાન્વી કપૂરની છેલ્લી રિલીઝ દેવરા - ભાગ 1 હતી. અભિનેત્રીએ આ ફિલ્મથી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે જુનિયર એનટીઆર અને સૈફ અલી ખાન સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. જ્હાન્વી કપૂરની ‘સની સંસ્કારીકી તુલસી કુમારી’ પણ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે વરુણ ધવન સાથે જોવા મળશે. શશાંક ખેતાન દ્વારા નિર્દેશિત, રોમેન્ટિક ડ્રામા કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ 18 એપ્રિલ, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોવામાં પ્રવાસીઓની બોટ પલટી, એકનું મોત, 20 ઘાયલ
December 25, 2024 09:42 PMકાંકરિયા કાર્નિવલ 2024: કલાકારોની રમઝટ સાથે મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ
December 25, 2024 09:40 PMઝઘડિયાની દુષ્કર્મ પીડીતા દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે જામનગર આપ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી
December 25, 2024 06:37 PMઅતિવૃષ્ટિ બાદ પાક સહાયમાં વંચિત લાલપુર પંથકના ખેડૂતોએ TDO ને આપ્યું આવેદન
December 25, 2024 06:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech