કિયારા-સિદ્ધાર્થે કેટરીના- વિકી અને રણાલિયાના રેકોર્ડ તોડી નાંખ્યા

  • February 11, 2023 04:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • સિડ-કિયારાના લગ્નની તસવીરોને ઇંસ્ટાગ્રામ પર સૌથી વધુ લાઇક્સ
  • અગાઉ આ રેકોર્ડ કેટવિકના નામે હતો, સૌથી વધુ હાઇપ રણાલિયાની હતી


બોલીવૂડ સેલેબ્રિટિઝના લગ્ન માટે તેમના ફેન્સમાં હંમેશા ઉત્તેજના રહે છે. અત્યાર સુધી સૌથી વધુ હાઇપ રણાલિયા અને કેટવિકના લગ્ન અંગે હતી. પરંતુ તાજેતરમાં જ લગ્નબંધને બંધાયેલા કિયારા અને સિદ્ધાર્થના લગ્ને બધા રેકોર્ડ તોડી નાંખ્યા. કિયારા-સિદ્ધાર્થે 7 ફેબ્રુઆરીએ બંનેએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લીધા હતા. તેમણે પોતાના લગ્નને ખૂબ જ ગુપ્ત રાખ્યા હતા, જેનો ફોટો તેમણે જ સૌથી પહેલા તેમના જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

અહેવાલ મુજબ સિડ-કિયારાની તસવીરોએ કપલના ફેન્સને ખુશ કરી દીધા છે. કિયારા અને સિદ્ધાર્થના લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ પસંદ કરાયેલી તસવીરો બની ગઈ છે. ખાસ વાત એ છે કે આ કોઈપણ ભારતીય સેલિબ્રિટીના લગ્નની સૌથી વધુ પસંદ કરાયેલી તસવીરો છે. ડિસેમ્બર 2021માં આ રેકોર્ડ વિકી કૌશલ-કેટરિના કૈફના નામે હતો. હવે તે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના નામે છે. જેમની લગ્નની તસવીરોએ તસવીરોને અત્યાર સુધીમાં 24 મિલિયનથી વધુ લાઈક્સ મળી છે.

 કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન 9 ડિસેમ્બર, 2021ના રોજ થયા હતા. તેમના લગ્નના તમામ ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. બંનેએ લગ્નની તસવીરો પોસ્ટ કરી હતી, જેને કુલ મળીને 20.4 મિલિયન લાઈક્સ મળી હતા.

 કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની તસવીરોને ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ લાઈક્સ મળી છે. કિયારાએ શેર કરેલા ફોટોને 14.2 મિલિયન લાઇક્સ મળ્યા છે. જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટને 10.5 મિલિયન લાઈક્સ મળી છે.

 આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે 23 જાન્યુઆરીએ સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં ખાસ લોકો જ સામેલ થયા હતા. તેમના વેડિંગ ફોટોગ્રાફ્સ લેવાની પણ મનાઈ હતી. આ સેલેબ્સે સૌથી પહેલાં પોતાના સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો હતો. બંનેના લગ્નની પોસ્ટને 8.3 મિલિયન લાઈક્સ મળ્યા છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ગત વર્ષે 14 એપ્રિલે લગ્ન કર્યા હતા. આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે, જેને 13.1 મિલિયન લાઇક્સ મળી હતા. બંનેના લગ્નમાં પરિવારના સભ્યો અને ખાસ મિત્રો જ હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application