ક્રિકેટ હોય કે અન્ય કોઈ રમત એથ્લેટ્સ ઘણી વખત તેમની ઉંમર છુપાવતા પકડાયા છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અમિત મિશ્રાએ પોતાની ઉંમર છુપાવવાનું સ્વીકાર્યું છે, જ્યારે નીતિશ રાણાએ એક વખત પોતાની ઉંમર છુપાવવા બદલ BCCI તરફથી સસ્પેન્શનનો સામનો કરવો પડ્યો છે. પરંતુ હવે શુભમન ગિલ પણ આ જ કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં શુભમન ગિલ અને તેની બહેન શાહનીલ ગિલના જન્મદિવસમાં માત્ર 3 મહિનાનો તફાવત છે.
શુભમન ગિલ હાલમાં ભારતના ટોચના ક્રિકેટરોમાંનો એક છે અને તેનો જન્મ 8 સપ્ટેમ્બર 1999ના રોજ પંજાબના ફાઝિલ્કામાં થયો હતો. તેની બહેન શાહનીલ જે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને સતત ચર્ચામાં રહે છે. વાયરલ થઈ રહેલી પોસ્ટમાં જોઈ શકાય છે કે શાહનીલ ગિલનો જન્મ 16 ડિસેમ્બર 1999ના રોજ થયો હતો. બંને ભાઈ-બહેનના જન્મદિવસ પર નજર કરીએ તો માત્ર 3 મહિનાનો જ તફાવત છે. ત્યારે ભારતીય ક્રિકેટરો પર તેમની ઉંમર બદલીને છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
સત્ય શું છે?
આ પ્રકારની પોસ્ટ પહેલા પણ વાયરલ થઈ છે, એક વર્ષ પહેલા રક્ષાબંધનના અવસર પર ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. તે વીડિયો ક્લિપમાં ગુજરાત તરફથી રમતા ખેલાડીઓની બહેનોએ તેમના ભાઈઓ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ જ વીડિયોમાં શાહનીલ ગિલે ખુલાસો કર્યો હતો કે તેની અને શુભમનની ઉંમરમાં અઢી વર્ષનો તફાવત છે.
આ વીડિયોમાં શાહનીલ ગિલ કહે છે, "બાળપણમાં અમે એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ હતા. અમે હંમેશા સાથે ફરતા હતા. અમારી ઉંમરમાં માત્ર અઢી વર્ષનો તફાવત હોવાથી હું ખૂબ શરમાળ હતી, જ્યારે શુભમન બહુ તોફાન કરતો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech